Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

જૂનાગઢના માંગરોળના બામણવાડા ગામમાં 3 ઇંચ વરસાદ ખાબકતા ખેતરો પાણી પાણી

ભારે વરસાદને કારણે કુવામાં પાણી આવતા ખેડૂતો ખુશીથી ઝુમી ઉઠ્યા

જૂનાગઢના માંગરોળ તાલુકાના બામણવાડા ગામે વરસાદી માહોલ જોવા મળ્યો હતો,  3 ઇંચ વરસાદ ખાબકતા ખેતરો પાણી પાણી થયા હતા.ભારે વરસાદને કારણે  કૂવા રિચાર્જ થતા પાણીની આવક શરૂ થઇ હતી. ભારે વરસાદને કારણે કુવામાં પાણી આવતા ખેડૂતો ખુશીથી ઝુમી ઉઠ્યા હતા. 

(9:53 pm IST)