Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

પોરબંદર વિદ્યાર્થી પરિષદ દ્વારા આવેદન

 પોરબંદર : એમ. કે. ગાંધી ઇંગ્લીશ મીડિયમ શાળા માં શિક્ષકોના અભાવને કારણે ૩૫૦ થી વધુ વિદ્યાર્થીઓને વેઇટિંગ લિસ્ટમાં રાખવામાં આવ્યા છે અને એડમિશન થઈ ગયેલા વિદ્યાર્થીઓને સતત ઓન લાઈન મારફતે શિક્ષણ મળી રહ્યું છે. સરકાર શિક્ષણને લઈને ઘણા બધા વાયદા કરતી હોય છે. ફકત શિક્ષકોના અભાવને કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાઇ તેવું લાગી રહ્યું છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ શાખા દ્વારા પોરબંદર જિલ્લાના શિક્ષણ અધિકારી શ્રી ને લેખિત રજૂઆત કરીને  કાયમી શિક્ષકો તેમજ પ્રવાસી શિક્ષકોની માંગણી કરવામાં આવી હતી આ રજૂઆતમાં શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે તેઓ સરકાર પાસે પૂરતા શિક્ષકો માટેની અરજી મોકલી દીધેલી છે અને આગામી દિવસોમાં પોતાના શિક્ષકો સાથે શાળાનું શિક્ષણ કાર્ય ફરીથી ચાલુ કરી દેવામાં આવશે સાથે જણાવ્યું હતું કે શાળામાં રહેલું વેટિંગ તેમ વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે. રજૂઆતમાં જો કોઈ યોગ્ય નિર્ણય નહીં આવે તો ભારતીય વિદ્યાર્થી પરિષદ વાલીઓ અને વિદ્યાર્થીઓ ને સાથે રાખી ને આંદોલન કરશે તેવી ચીમકી રજૂઆત સાથે આપી તે તસ્વીર

(1:05 pm IST)