Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

દ્વારકામાં પરપ્રાંતિય યુવતી ઉપર દુષ્‍કર્મ આચરતા સિક્કાના ધીરેન્‍દ્રસિંહ જાડેજા સામે ગુન્‍હો

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા,તા.૨૪ : દ્વારકાના મહેશ્વરી સદન વિસ્‍તારમાં રહેતી અને મૂળ ઝારખંડ રાજ્‍યની યુવતીને જામનગર તાલુકાના સિક્કાનો ધિરેન્‍દ્રસિંહ ભગુભા જાડેજા નામનો યુવાન છેલ્લા આઠેક વર્ષથી ઓળખતો હોય, આ શખ્‍સે યુવતીને લગ્ન કરવાની લાલચ આપી ત્‍યારબાદ ડરાવી-ધમકાવી અને જાનથી મારી નાખવાની ધમકી આપીને અવારનવાર તેણીની ઈચ્‍છા વિરુદ્ધ  દુષ્‍કર્મ આચર્યુ હોવાની ધોરણસર ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
જે સંદર્ભે દ્વારકા પોલીસે દુષ્‍કર્મ  ગુનો નોંધી, આગળની તપાસ પી.આઈ. પી.એ. પરમાર દ્વારા હાથ ધરવામાં આવી છે.
ભાણવડમાં મોટર સાયકલની ઉઠાંતરી
ભાણવડ તાલુકાના ધારાગઢ ગામે રહેતા મહમદભાઈ તૈયબભાઈ શેઠા નામના ૪૩ વર્ષના સંધિ મુસ્‍લિમ યુવાને પોતાના ઘર પાસે રાખેલું રૂપિયા ૩૦,૦૦૦ ની કિંમતનું સ્‍પ્‍લેન્‍ડર મોટરસાયકલ ગત તારીખ ૨૨ મીના રોજ કોઈ તસ્‍કરો ચોરી કરીને લઈ ગયા હોવાની ફરિયાદ ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
મીઠાપુરમાં રખડતો-ભટકતો શખ્‍સ ઝડપાયો
મીઠાપુર તાબેના સુરજકરાડી વિસ્‍તારમાંથી ગત રાત્રીના સમયે સ્‍થાનિક પોલીસે ઓખામાં રહેતા નાગસિંગભા બોઘાભા માણેક નામના ૪૪ વર્ષનાશખ્‍સને દુકાનોના તાળા તપાસતા ઝડપી લઇ, ધોરણસરની કાર્યવાહી કરી હતી.

 

(1:01 pm IST)