Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

કાલાવડ - ધ્રોલ પંથકમાં ભારે વરસાદ - પવનથી અનેક વિજ પોલ ધરાશાયી

ખીલોસ, લાખાણીની સીમ, કાંગશીયાળી, જસાપર સહિતના વિસ્‍તારોમાં વિજ પુરવઠાને ભારે અસર : સમારકામ કામગીરી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૨૪ : જામનગર જિલ્લાના કાલાવડ - ધ્રોલ પંથકમાં ભારે વરસાદ અને પવનથી અનેક વિજ પોલ તૂટી પડતા વિજ પુરવઠાને ભારે અસર પડી છે. ખીલોસ, લાખાણીની સીમ, કાંગશીયાળી, જસાપર સહિતના ગામો અને સીમમાં ભારે અસર થઇ છે.
જામનગર જિલ્લાના ધ્રોલ પંથકમાં અને કાલાવડ પંથકમાં ભારે વરસાદને પગલે વીજ વિભાગને ભારે નુકસાન થયું છે. પવન સાથે ભારે વરસાદ પડતાં ધ્રોલ પંથકમાં ખીલોસ ગામ ૧૫ જેટલા વીજ થાંભલાને નુકસાન થયું છે. રોકી લો અને લાખાણી ની સીમમાં પવન સાથે વરસાદ આવતાં ત અંદાજિત ૪૦ થી ૫૦ વીજ પોલ જમીનદોસ્‍ત થઈ ગયા છે કાલાવડ પંથકમાં પણ જેટકો ની ૨૨૦ કે.વી નો ટાવર ધરાશાય થતા ભારે નુકશાન થયું છે. જામનગરના પીજીવીસીએલના ચેતન પરીખે આ અંગે અકિલાને ટેલીફોનીક વાતચીતમાં જણાવ્‍યું હતું કે ગઈકાલે પડેલા વરસાદ અને પવનને પગલે ભારે નુકસાન થયું છે. (તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર)

 

(12:09 pm IST)