Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

સાયલાના ગોસળ ગામે ત્રણ કિલો પોષ ડોડવા સાથે ઝડપાયોઃ એક આરોપી ‘છૂ'

વઢવાણ, તા.૨૪: સાયલા પો.સ્‍ટે વિસ્‍તારમાં ગોસળ ગામની તલાવડી સીમ વિસ્‍તારમાં આરોપી (૧) રાજુભાઈ દિનેશભાઈ કટોસણા તથા (૨) સુરેશભાઈ હકુભાઈ ખાચર પોષડોડવાનુ ગેરકાયદેસર વેચાણ કરે છે તેવી હકીકત આધારે રેઇડ કરતા  પોતાના કબ્‍જા ભોગવટાની વાડીમાં ગેર કાયદેસર રીતે ૦૩ કિલો ૨૦૦ ગ્રામ પૌષ ડોડવાનો જથ્‍થો કિ.૯૬૦૦નો રાખી મળી આવેલ. તથા આરોપી (૨) સુરેશભાઈ હકુભાઈ ખાચર નાઓ હાજર મળી આવેલ નહી. જેનુ એફ.એસ.એલ અધિકારીશ્રીએ સ્‍થળ ઉપર સદરહુ પોષડોડવાનુ પરીક્ષણ કરી પ્રાથમીક પરીક્ષણ અહેવાલ રીપોર્ટ આપેલ.
આ કામગીરી  (૧) પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર વી.વી.ત્રિવેદી (૨) ASI દાજીરાજસિંહ રાઠોડ(૩) ASI -વીણભાઈ આલ (૪) ASI રવિભાઇ ભરવાડ (૫) હેડ.કોન્‍સ મહિપતસિંહ મકવાણા (૬) હેડ.કોન્‍સ હરદેવસિંહ પરમાર (૭) હેડ.કોન્‍સ જગદિશભાઇ સભાડ (૮) પો.કો. મીતભાઇ મુજપરા (૯) વુ.પો.કોન્‍સ. સંગીતાબા રાણા (૧૦) ડ્રા પો.કો વિક્રમભાઈ (૧૧) ડ્રા.પો. કો બલભદ્રસિંહ રાણા રોકાયા હતા.

 

(11:43 am IST)