Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

ધારાગઢ અને દરેડ ગામે થયેલ બે વાહન ચોરીનો આરોપી કિશોર ઝડપાઇ ગયો

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા,તા. ૨૪ : ભાણવડ પાસેના ચાર પાટીયા પાસે વાહન ચેકીંગની કામગીરી દરમીયાન હકીકત મળેલ કે, એક કિશોર ભાણવડ તાલુકાના ધારાગઢ ગામે થયેલ વાહન ચોરી થયેલ તે મોટર સાઇકલ લઇને પોરબંરદથી જામનગર તરફ જવા નીકળેલ છે. તે ભાણવડ ચાર પાટીયાથી નીકળવાની પેરવીમાં છે. જે હકીકત આધારે વાહન ચેકીંગ દરમીયાન કાયદાથી સંઘર્ષીત કીશોરને ભાણવડ પોલીસ સ્‍ટેશનના ગુનામાં થયેલ મોટર સાઇકલ તથા તેમજ જામનગર ના દરેડથી ચોરેલ વાહન ચોરી કરેલાની કેફીયત આપેલ અને તે દરેડ ખાતે ચોરી કરેલ ટુ-વ્‍હીલર વાહન પેટ્રોલ ખાલી થઇ જતા ધારાગઢ પાસે રોડ પર બાવળની કાંટમાં સંતાડેલ તે કાઢી આપેલ આમ કાયદાથી સંઘર્ષીત કીશોર પાસેથી બે વાહન કબ્‍જે કરી ભાણવડ પોલીસ સ્‍ટેશન તથા જામનગર પંચકોશી બી ડીવી પો.સ્‍ટે. ના વાહન ચોરીના બે ગુનાનો ભેદ ઉકેલી આગળની કાયદેસરની કાર્યવાહી કરવા અર્થે ભાણવડ પોલીસ સ્‍ટેશન ખાતે કબ્‍જે કરેલ મુદામાલ (૧) હીરો સ્‍પ્‍લેન્‍ડર રજી નં- જીજે-૧૦-ડીડી-૬૭૯૨ કી.રૂ.૩૦૦૦૦/- (ભાણવડ પો.સ્‍ટે ફસ્‍ટ ગુ.ર નં-૧૧૧૮૫૦૦૧૨૨ર૦૫૧૮/ર૦રર આઇ.પી.સી ક.૩૭૯) (૨) હીરો સ્‍પ્‍લેન્‍ડર રજી નં- જીજે-૧૦-બીએચ-૬૮૫૦ કી.રૂ.૩૦૦૦૦/- સાથે સોંપી આપેલ છે.

પો.ઇન્‍સ જે.એમ.ચાવડા, પો.સ.ઇ. બી.એમ.દેવમુરારી, એસ.વી.ગળચર, એફ.બી.ગગનીયા, એ.એસ.આઇ ભરતભાઇ ચાવડા, જયદેવસીંહ જાડેજા, વિપુલભાઈ ડાંગર, સજુભા જાડેજા, દેવશીભાઇ ગોજીયા,કેશુરભાઇ ભાટીયા,અજીતભાઇ બારોટ,સુનીલભાઇ કાંબરીયા હેડ કોન્‍સ મસરીભાઇ ભારવાડીયા, બોધાભાઇ કેશરીયા,લાખાભાઇ પીંડારીયા,સહદેવસીંહ જાડેજા,જેસલસીંહ જાડેજા પો.કોન્‍સ ગોવીંદભાઇ કરમુર, વિશ્રદીપસીંહ જાડેજા, અરજણભાઇ આબંલીયા, મેહુલભાઇ રાઠોડ, કેતનભાઇ બડલ, સચીનભાઇ નકુમ ડ્રા.એએ.એસ.આઇ નરશીભાઇ સોનગરા, ધર્મેન્‍દ્રસીંહ ચુડાસમા, હસમુખભાઇ કટારાએ આ કામગીરી કરી હતી.

(10:50 am IST)