Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

જેતપુરમાં ઓમ માનસીક દિવ્‍યાંગ બાળકોની નિવાસી સંસ્‍થાનું કાલે ભૂમિ પૂજન સમારોહ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર,તા. ૨૪ : હાલના સમયમાં માણસની પોતાના લોકો માટે સમય નથી માત્ર રૂપિયા આપી જવાબદારીમાંથી મુકત થઇ જાય છે. પરંતુ બીજાના માટ સમય આપી જાતદાસી દેવી અને તે પણ સામાન્‍ય નહિ માનસીક પડકાર ધરાવતા દિવ્‍યાંગો માટે ઘણુ અઘરૂ હોય છે. શહેરમાં માનસીક બિમારી દિવ્‍યાંગોની સેવા કરવાની નેમ સાતે હેમતુલ એજ્‍યુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટની સ્‍થાપના સ૨૦૧૫માં કરવામાં આવી. કાર્યને વેગ આપવા અને પોતાનું જીવન દિવ્‍યાંગોની સેવામાં સમર્પીત કરનાર નેહલબેને સેવાની જયોત પ્રજ્‍વલીત કરી. હાલ આ સંસ્‍થા ૭ વર્ષથી ભાડાના મકાનમાં કાર્યરત હોય વિસ્‍તાર વધારવા અને વધુ લોકો સેવાનો લાભ મળી રહે માટે  મોટી જગ્‍યાની જરૂરિયાત હોય મગનભાઇ પટેલ, (પટેલ ડાઇંગ) દ્વારા સંસ્‍થાને ૪૦૦ વાર જમીન અપર્ણ કરવામાં આવી છે. જેનું ભૂમિ પુજન આવતીકાલ તા. ૨૫/૬/૨૨ શનિવારના રોજ સાંજે ૮:૩૦ કલાકે ધારેશ્વર આઇ.ટી.આઇ પાછળ રાખવામાં આવેલ છે. જેમાં સંતો, મહંતો, ધારાસભ્‍ય જયેશભાઇ રાદડીયા, સાંસદ રમેશભાઇ ધડુક સહિત શહેરના અગ્રણી આગેવાનો દાતાશ્રીઓ ઉપસ્‍થિત રહેશે. આ પ્રસંગે સંસ્‍થાના વડીલો અતુલભાઇ વ્‍યાસ, હેમાબેન તથા નેહલબેન દેહા દાનનો સંપલ્‍પ કરશે. 

(10:14 am IST)