Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

જેતપુરમાં સ્વ.વિઠ્ઠલભાઇ રાદડીયાની સ્મૃતિમાં સમુહલગ્ન સંપન્ન

સીટી કાઉન્સીલ દ્વારા જયેશભાઇ રાદડીયાના સહયોગથી આયોજીત સમુહલગ્નમાં ૪૬ નવદંપતી લગ્નગ્રંથીથી જોડાયા

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા., ૨૪ઃ શહેરની સામાજીક સંસ્થા સીટી કાઉનસીલ દ્વારા દરેક સમાજની દિકરીઓના લગ્નમાં કંઇ ઓછુ ન આવે અને કોડ પુરા થાય ગૌ.વા. વિઠ્ઠલભાઇ રાદડીયાના એવા કાર્યને આગળ ધપાવતા ધારાસભ્ય જયેશભાઇ રાદડીયા પણ પિતાના પગલે ચાલી સમાજના દરેક વર્ગની ચિંતા કરતા તેના સહયોગથી ૧૬માં જાજરમાન સર્વજ્ઞાતી સમુહ લગ્નનું આયોજન રાજવાડી પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવેલ. ૪૬ વરરાજાઓનું સામૈયુ ડિજેના સથવારે સરદાર ચોક ખાતેથી નીકળતા અનેરો માહોલ સર્જાયો હતો.

રાજવાડી પાર્ટી પ્લોટ ખાતે રજવાડી મંડપ દિકરીઓની નીચે દિકરીઓની લગ્નવિધી કરવામાં આવેલ. આ પ્રસંગે નવ દંપતિઓને આશીર્વચન પાઠવવા હવેલીના પુ. શ્રી લાલકૃષ્ણલાલજી મહારાજ પધારેલ. ઉપરાંત મંત્રી અરવિંદભાઇ રૈયાણી, દેવાભાઇ માલમ, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, મનસુખભાઇ ખાચરીયા, ગોરધનભાઇ ધામેલીયા, પાલીકા પ્રમુખ કુસુમબેન અમરેલીયા, ડી.કે. સખીયાતેમજ આગેવાનો ઉદ્યોગપતિઓ, દાતાઓ ઉપસ્થિત રહેલ. સમુહ લગ્નને દિપાવવા અનીલભાઇ લાખાણી પ્રસ્તુત લગ્નોત્સવ મ્યુઝીકલ એરકેસ્ટામાં સુપ્રસિધ્ધ કલાકારોએ ભાતીગળ લગ્નગીતો રજુ કર્યા હતા.

સમુહલગ્નની સાથે રકતદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ હતું. માહીતી આપતા જયંતીભાઇ રામોલીયાએ જણાવેલ કે વિઠલભાઇ રાદડીયાએ શરૃ કરેલ આ સેવાયજ્ઞના ૧૬ માં સમુહલગ્નમં કુલ ૧ હજારથી પણ વધુ દિકરીઓના લગ્ન કરાવેલ. સમુહ લગ્નને સફળ બનાવવા પ્રમુખ મનહરભાઇ વ્યાસ, મનીષભાઇ, પ્રો.ચેરમેન અરવિંદભાઇ વોરા, પ્રવિણભાઇ ગજેરા, વસંતભાઇ પટેલ, પ્રવિણભાઇ નંદાણીયા, રજનીકાંતભાઇ દોંગા, રાજુભાઇ રૈયાણી, અમીત ટાંક, બળવંતભાઇ ધામી, વિનોદભાઇ સીધ્ધપરા, યોગેશભાઇ શીંગાળા, વિનોદભાઇ કપુપરા સહીતનાએ જહેમત ઉઠાવી હતી.

(2:55 pm IST)