Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

ધ્રોલનાં હજામચોરામાં ખેડૂતે આપઘાત કરતા ઈશુદાન ગઢવી અને 'આપ'ની ટીમ પરિવારની મુલાકાતે

ધ્રોલઃ ધ્રોલ તાલુકાના હજામચોરા ગામે બે દિવસ પહેલા એક વૃધ્ધ ખેડૂતોએ પોતાની વાડીએ જેરી દવા પીને આપઘાત કર્યો હતો. જેને લઇને આપના નેતા ઈશુદાન ગઢવી ધ્રોલ તાલુકાના હજામચોરા ગામ ખાતે પહોંચ્યા હતા અને ખેડૂત પરિવારો સાથે મુલાકાત કરીને  પરિવારને કોઈ પણ મદદની જરૃર હોય તો અમે છીએ  તેવું આશ્વન આપ્યું હતુ. તેમજ મીડિયાના માધ્યમથી મૃત ખેડૂતના ફરાર દિકરાને ગામ પરત ફરવા અપીલ કરી હતી. આ સાથે જ તેમણે ખેડૂતોને ખાસ નમ્ર વિનંતી કરી ને કહ્યું હતું કે  આપણી પર આવેલી આફતમાં ક્યારે આવું પગલું ભરવું જોઈએ નહિ. (સંજય ડાંગર ધ્રોલ)

(2:07 pm IST)