Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

જામનગરમાં ''માટી બચાવવા'' સાયકલ રેલી

સ્વચ્છ અને હરિયાળુ જામનગર બનાવવા માટે અભિયાન

 

 

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ર૪ :  માટી બચાવો અભિયાન અંગે જાગૃતિ ફેલાવવા માટે જામનગરમાં સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.  સાયકલ રેલીને એકતાબા સોઢા દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવી હતી, જેમણે આજે તેમની ઈન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર પણ આ વિશે પોસ્ટ કર્યું હતું. તેણીએ લખ્યું, આજે જામનગરમા આપણા પયૉવરણ માટે યોજાયેલ લ્ર્ીરુફૂ લ્ંજ્ઞ્શ્ર ની સાયકલ રેલી માટે ગ્રીન ફ્લેગ આપી પ્રસ્થાન કરાવતા ખૂબ જ ગર્વની લાગણીનો અનુભવ કરી રહી છુ. જ્યારે સમગ્ર દુનિયામા માટીની ગુણવત્તા ઘટી રહી છે ત્યારે જામનગરના યુવાઓ દ્વારા ખૂબ જ ટૂંકા ગાળામા ફરી આટલી મોટી સંખ્યામા પયૉવરણ માટે રસ્તા પર રેલી કાઢવા આવી પહુંચતા મને હવે પૂર્ણ વિશ્વાસ બેસી ગયો છે કે આપણે સૌ સાથે મળી જલ્દીથી સ્વચ્છ અને હરિયાળુ જામનગર બનાવશુ.

જામનગરના આશરે ૭૦ જેટલા સાયકલ ચાલકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ રેલી ઝ્રધ્સ્ સર્કલથી શરૃ કરીને શહેરમાં ફરતાં સાત રસ્તા પર સમાપ્ત થઈ હતી, તેમજ જૉગર્સ પાર્ક અને તીનબત્તી પાસે સેવ સોઈલનો પ્રખ્યાત ડાંસ કરીને રેલીએ આ ચળવળ અંગે જાગૃકતા ફેલાવી હતી. આ ચળવળ સદ્ગુરુ દ્વારા શરૃ કરવામાં આવી છે.

સદ્ગુરૃ જેઓ હાલમાં યુરોપ, મધ્ય એશિયા અને મિડલ ઇસ્ટના દેશમાં દુનિયાનું ધ્યાન ઝડપથી લુપ્ત થઈ રહેલી માટી તરફ આકર્ષિત કરવા માટે ૧૦૦ દિવસની ૩૦,૦૦૦ કિલોમીટરની એકલી મોટરસાઈકલની યાત્રા પર છે.

આ અભિયાનમાં સાત કેરેબિયન રાષ્ટ્રો, અઝરબૈજાન, શ્ખ્ચ્, રોમાનિયા સહિત કેટલાય દેશોએ આ અંગેની નીતિઓ લાગુ કરવાની પ્રતિબદ્ધતાના રૃપમાં માટી બચાવો અભિયાનની સાથેના પ્બ્શ્ પર હસ્તાક્ષર કર્યા છે. કોમનવૅલ્થ રાષ્ટ્રો, સાથે જ યુરોપીય યુનિયન અને કેટલાક પૈન-યુરોપિયન સંગઠન પણ આ મુદ્દા પર બોલવા માટે આગળ આવ્યા છે અને માટી બચાવો અભિયાનનું સમર્થન કરી રહ્યા છે. નવીનતમ ગતિવિધિઓમાં માટી બચાવો અભિયાનને મધ્ય-પૂર્વના દેશોમાં પણ અસીમ સમર્થન મળ્યું છે. મુસ્લિમ વર્લ્ડ લીગના સૅક્રેટરી જનરલ ડૉકટર અલ-ઈસાએ સદ્ગુરુની માટી બચાવવાની અપીલ પર કહ્યું, જ્યાં સુધી મુસ્લિમ વર્લ્ડ લીગનો સવાલ છે, અમે તમારા ઉદ્દેશ્યોના સમર્થનમાં બધી રીતની મદદ કરવા માટે પૂરી રીતે તૈયાર છીએ. તાજેતરમાં શ્ખ્ચ્ એ સેવ સોઇલ માટે પ્બ્શ્ પર હસ્તાક્ષર કર્યા છે.

હાલમાં સદ્ગુરુ ડાવોસમાં છે જ્યાં તેઓ વર્લ્ડ ઈકોનોમિક ફોરમની સભાને સંબોધન કરી રહ્યા છે અને તેમને સેવ સોઈલ અભિયાનના ઉદ્દેશ્યો વિશે માહિતગાર કરી રહ્યા છે. સદ્ગુરુ ટૂંક સમયમાં જ જામનગર બંદર મારફતે ગુજરાતમાં પધારશે જ્યાં સ્વયંસેવકો તેમનું ભવ્ય સ્વાગત કરશે. આવતા મહિને, ૫ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ પર, નવી દિલ્હીમાં સદ્ગુરુની ભારતના પ્રધાન મંત્રી સાથે મુલાકાત થવાની સંભાવના છે. એકલી મોટરસાઈકલ યાત્રાના ભારતના પ્રવાસ દરમિયાન સદ્ગુરૃ ૨૧ જૂનના દિવસે કોઇમ્બતુરના ઈશા યોગ કેન્દ્રમાં પહોંચતા પહેલા જયપુર, લખનવ, ભોપાલ, નાસિક, મુંબઈ, હૈદરાબાદ, મૈસુર, બેંગ્લોરમાં લોકોને સંબોધિત કરશે.

કૉન્શિયસ પ્લૅલેટ માટી બચાવો? એ આપણી માટી અને ગ્રહને બચાવવા માટે જાગરૃક અભિગમ પ્રેરિત કરવા એક વૈશ્વિક અભિયાન છે. આ સૌપ્રથમ અને સૌથી મહત્ત્વનું તો એક લોક અભિયાન છે. તેનો આશય વિશ્વભરમાં ૩.૫ અબજ લોકો(જે વિશ્વભરના મતદાતાઓના ૬૦ટકાથી પણ વધુ છે)ના સમર્થનને પ્રદર્શિત કરીને સરકારોને માટીનો પુનરોસ્દ્ધાર કરવા તેમજ તેની વધુ અધોગતિ રોકવા માટે નીતિ-આધારિત કાર્યો કરવા માટે સક્ષમ બનાવવાનો છે. વિશ્વના આગેવાનો, પ્રભાવકો, કલાકારો, તજજ્ઞો, ખેડૂતો, આધ્યાત્મિક આગેવાનો, બિનસરકારી સંસ્થાઓ અને નાગરિકો માનવતાના માટી સાથેના સંબંધને પુનર્સ્થાપિત કરવા માટે શાબ્દિક રીતે આ અભિયાનનું સમર્થન કરી રહ્યા છે. (તસવીરોઃ કિંજલ કારસરીયા, જામનગર)

(2:37 pm IST)