Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

દારૂ ભરીને આવતી ઓટો રિક્ષા જુનાગઢમાં ઝડપાઇ

જુનાગઢ તા.ર૪ : રેન્‍જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્‍દરસી઼ગ પવાર પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટીએ પ્રોહી જુગારની બદીને નેસ્‍ત નાબુદ કરવા અને આવે પ્રવૃીત કરતા ઇસમો ઉપર ધોસ બોલાવી દબોચી લઇ ગે.કા. પ્રવૃતિને સંપુર્ણપણે ડામી દેવા સુચનાઓ કરેલ હોય.

જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક પી.જી.જાડેજાના માર્ગદર્શન હેઠળ જુનાગઢ એ ડીવી. પો.સ્‍ટે. વિસ્‍તારમાં પ્રોહી જુગારની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ રાખી કડક  હાથે કામ લેવા સુચના આપેલ હોય જે અનુસંધાને એ ડીવી પો.સ્‍ટે.ના પો. ઇન્‍સ. એમ.એમ.વાઢેરની સુચનાથી પ્રદીપ  ચોકી પી.એસ.આઇ. એ.કે.પરમાર પો. સ્‍ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન પો. કોન્‍સ. વિક્રમભાઇ નારણભાઇ છેલાણાને હકિકત મળેલ કે જુનાગઢ બિલખા રોડ તરફથી એક અતુલ કંપનીની એપીઇસીટી ડીઝલ રીક્ષા નં. જી.જે.૧૧.ટીટી ૪ર૩પ વાળીમાં ઇગ્‍લીશ દારૂ ભરીને આવે છે અને જે દારૂ ભરેલ રીક્ષા નીચલા દાતાર રહેતો શબ્‍બીર ઉર્ફે ભુરાના ઘરે ઉતારવાનો હોય જે અનુસંધાને બિલખા રોડ રામનિવાસના ગેઇટનીસામે  વોચમાં રહેતા બાતમી વાળી રીક્ષામાં જોતા પાછળની સીટની નીચેના ભાગે બોટલ નંગ-૬૩ કિ. રૂા.રપ,ર૦૦ તથા અતુલ કંપની એપીઇસીટી ડીઝલ રીક્ષા રજી નં.જેજે ૧૧ ટીટી ૪ર૩પ કિ. રૂા૩૦,૦૦૦ સહિત કુલ કિ. રૂા.પપ,ર૦૦નો મુદામાલ કબ્‍જે કરી ઇકબાલખા ઉમરખા પઠાણ (ધોરી) (ઉ.વ.૬૧) (રહે. જુનાગઢ ધરાનગર એફ.એમ.ટાવર સામે શેરી નં.૧ને ઝડપી લીધો હતો અને શબીર ઉર્ફે  ભુરો રહે. જુનાગઢ દાતાર રોડની તપાસ ચાલુ છે.

એ ડીવી પો.સ્‍ટે. ના પોલીસ ઇન્‍સ. એમ.એમ.વાઢેરની સુચના મુજબ પો. સબ. ઇન્‍સ. એ.કે.પરમાર તથા પો. કોન્‍સ વિક્રમભાઇ નારણભાઇ તથા નિલેશભાઇ લખમણભાઇ તથા જુવાનભાઇ રામભાઇ તથા લખમણભાઇ ભાયાભાઇ વિગેરે  પોલીસ સ્‍ટાફનાઓએ સાથે રહી કામગીરી કરેલ છે.W

(4:31 pm IST)