Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

જેતપુરશ્રી હરિ ઓમ વૃધ્‍ધાશ્રમ ખાતે સાધુ સંતોની ઉપસ્‍થિતિમાં ભાગવત સપ્‍તાહનો પ્રારંભ

જુનાગઢ : જેતપુરમાં શ્રી જોષી બાપા સંચાલિત શ્રી હરિ ઓમ વૃધ્‍ધાશ્રમ ખાતે આચાર્ય રમેશભાઇ મહેતા (અમેરિકા)ના વ્‍યાસાસને શ્રીમદ ભાગવત સપ્‍તાહ જ્ઞાનયજ્ઞનો  અખિલ ભારત સાધુ સમાજના પ્રમુખ  પુ.મુકતાનંદબાપુ ધુનડા સતપુરણધામ આશ્રમના પુ. જેન્‍તીરામબાપા ચલાળા ગાયત્રી મંદિરના પુ.રતિદાદા પુરામદાસબાપુ આઇશ્રી રૂપલમાં સહિતના સંતોની ઉપસ્‍થિતિમાં પ્રારંભ થયો હતો. ઉપરોકત તસ્‍વીરમાં આશિવર્ચન આપતા સંતો તેમજ જુનાગઢ અકિલાના પત્રકાર વિનુભાઇ જોષીનું સન્‍માન કરતા શ્રી જોષીબાપા અને કથા શ્રવણ કરાવતા પુ. રમેશભાઇ મહેતા તેમજ કથામાં ઉપસ્‍થિત શિક્ષણવિદ ગીજુભાઇ ભરાડ અસ્‍મીતાબેન રવિયા તથા અરવિંદભાઇ રવિયા જયંતિભાઇ તેરૈયા પત્રકાર સી.વી. જોષી, વિજય તેરૈયા વગેરે નજરે પડે છે. આ કથા દરમિયાન રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘના પ્રમુખ રસિકભાઇ જોષી, ઇશ્વરભાઇ તેરૈયા, ગીજુભાઇ વિકમા, રતિભાઇ મહેતા, જુનાગઢના અશોકભાઇ પંડયા, કમલેશભાઇ ભરાડ, શશીકાન્‍ત બોરીચાગર રાજકોટના ભુપતભાઇ મહેતા શાષાી વિપુલભાઇ ઉપસ્‍થિત રહયા હતા અને સમગ્ર કથાને સફળ બનાવવા જોષી બાપાના માર્ગદર્શન હેઠળ નિલેશભાઇ જોષી અને તેની ટીમ જહેમત ઉઠાવી રહી છે. (અહેવાલ : વિનુ જોષી, તસ્‍વીર : મુકેશ વાઘેલા - જુનાગઢ)

(1:52 pm IST)