Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

પોરબંદર ચેમ્બરના સભ્યપદના ફોર્મ આપવામાં હિચકિચાટ...?

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ર૩ :.. ચેમ્બરના સભ્યપદ બનવા માટેના ફોર્મ આપવામાં હિચ કિચાટ થતાં હોવાની તેમજ ફોર્મ લેવા જનાર પાત્રતા ધરાવતા વેપારીઓ સાથે પ્રમુખ જીજ્ઞેશભાઇ દ્વારા અણછાજતું વર્તન કરવામાં આવતું હોવાની ફરીયાદો ઉઠી છે.

વેપારીઓની ફરીયાદો મુજબ ચેમ્બરના સભ્યપદના ફોર્મ મેળવવામાં મુશ્કેલી પડે છે અને ચેમ્બરના સભ્ય બનવાની પાત્રતા ધરાવનારા વેપારીઓ સભ્યપદનું ફોર્મ લેવા જાય તો મોટેભાગે આપવામાં આવતા નથી. અગાઉ ચેમ્બરના ફોર્મ ભરવા માટેના જે વેપારીઓ ફોર્મ ભર્યા છે તેઓની સભ્ય બનાવવા માટે કાર્યવાહી થઇ નથી.

ટ્રસ્ટના નિયમોમાં બંધાયેલી સંસ્થાના સભ્ય બનાવાના ફોર્મ નિયમ મુજબ આપવા જોઇએ તેને બદલે સભ્યપદ લેવા માટે કસોટીની એરણ ઉપર જવું પડે છે. ઉંડાણપૂર્વક ફોર્મની તપાસ થયા બાદ સભ્યપદ અપાય છે તે સામે વેપારીઓમાં કચવાટ થઇ રહેલ છે. સામાજિક કાર્યકર દિનેશભાઇ માંડવીયાએ સંસ્થાની કાર્યપધ્ધતીમાં ન્યાયકીય કાર્યવાહી કરવા અગાઉ સરકારમાં અનેક રજૂઆતો કરી છે.

(1:28 pm IST)