Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

ભાવનગરમાં સી.પી. એમ દ્વારા ભાવ-વધારા સામે આંદોલન કરાશેઃ શુક્રવારે દેખાવો

(મેઘના વિપુલ હિરાણી) ભાવનગર : તા.૨૪: સી.પી.એમ કેન્‍દ્રિય સમિતિનાં સભ્‍ય અરૂણ મહેતાના જણાવ્‍યા મુજબ, વર્તમાનમાં ભાજપ સરકાર સતામાં આવ્‍યા બાદ તમામ ક્ષેત્રે કાળાબજારી, સંગ્રહખોરી, દલાલીનો દોર વધ્‍યો છે. તેથી તમામ પ્રકારના ભાવ વધારા સામે  દેશભરમાં તા. ૨૫ થી ૩૧ દરમ્‍યાન આંદોલન કરાશે.

ઘટેલા ભાવોને નાટક બતાવીને જણાવાયુ છે કે યુ.પી.મા ચુંટણી બાદ ૬૦ દિવસમાં પેટ્રોલ-ડીઝલમાં લીટરે ૧૦-૧૦ રૂ.નો વઘારો કર્યો હવે પેટ્રોલ-ડીઝલમાં ૮ રૂ.નો ઘટાડો જાહેર કરી જનતા સાથે છેતરપીંડી થાય છે.૨૦૧૪ થી ૨૦૨૨ સુધીમાં સેન્‍ટ્રલ એકસાઇઝમાં ૨૭ રૂ.નો વધારો કરાયો છે. ગેસના બાટલાનો ભાવ ૨૦૧૪માં ૪૧૭ રૂ. થી વધારીને ૧૦૦૦ રૂ. પહોચાડી હવે રાહતનું નાટક કરાય છે.

ખાદ્યતેલમાં પણ સીંગતેલનો ડબ્‍બો ૨૦૧૪માં ૧૨૦૦ રૂ. હતો જે હાલ ૨૧૦૦, કપાસિયા રૂ. ૧૦૦૦ થી વધીને ૨૭૦૦ અને પામોલીન રૂ. ૮૦૦ થી વધીને ૨૩૦૦ થયો છે. કઠોળ, ખાંડ, ચા સહીતના ભાવો વધ્‍યા છે. રેશનની દુકાનો પરથી મળતી વસ્‍તુઓ બંધ કરી દેવાઇ છે. ભૂતકાળમાં રૂ ૫-૧૦ના ભાવના વધારા સામે ભાજપ નેતાઓ દ્વારા દેખાવો થતા હવે સત્તા હાંસલ થતા જનતાને અવગણાય છે. જેથી ભાવનગરમાં તા.૨૭ મી સાંજે ૫ વાગ્‍યે ઘોઘાગેઇટ ચોક ખાતે દેખાવે થશે.

(12:07 pm IST)