Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

ખેડૂતો માટે માટી, મોરમ, ટાંચ ઉપાડવાની મુદત વધારવા બાવકુભાઇ ઉંધાડની રજૂઆત

ભુપેન્‍દ્રભાઇ પટેલ, સિંચાઇ મંત્રી અને કૃષિમંત્રીને પત્ર પાઠવતા પૂર્વ કેબિનેટ મંત્રી

વડીયા તા. ર૪: પૂર્વ કેબિનેટ મંત્રી અને પૂર્વ ધારાસભ્‍ય બાવકુભાઇ ઉંધાડે રાજયના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ, સિંચાઇ મંત્રી તથા કૃષિ મંત્રીને પત્ર પાઠવીને ખેડૂતો માટે માટી, મોરમ, ટાંચ ઉપાડવાની મુદત વધારવા રજુઆત કરી છે.

બાવકુભાઇ ઉંધાડે જણાવ્‍યું છે કે, રાજય સરકાર દ્વારા રાજયના ખેડૂતોના હિત માટે ખેડૂતોની જમીન માટે અને રીપેરીંગ માટે ચેકડેમ અને તળાવમાંથી માટી, મોરમ અને ટાંચ ઉપાડવા માટેની તારીખ રપ-૩-રર થી જી.આર. નંબર ૧૦ર૦૧૮-૭૪૯-છ થી પરમિશન આપવામાં આવેલ જેથી જેથી રાજયના ખેડૂતો ખુબ ખુશ થયેલ છે. રાજયના ખેડૂતોવતી આપને આભાર સાથે અભિનંદન. આ નિર્ણયથી ખૂબ મોટા પ્રમાણમાં ચેકડેમો અને તળાવો ખેડૂતોએ જાતે જ ઊંડા કરેલ છે અને સરકારને ખર્ચ માટેનો કોઇ વધારાનો બોજ પડેલ નથી. જેથી આ કામ બાબતે ખેડૂતો પણ ખુબ ખુશ.

તારીખ ૩૧-પ-રર ના રોજ જી.આર. મુદત પૂરી થાય છે. મારી સમક્ષ અનેક ખેડુતોની લેખિત અને મૌખિક રજૂઆત કરેલ છે કે તારીખ ૧પ-૬-રર સુધી ચેકડેમ અને તળાવમાંથી ખેડૂતો માટે ઉપાડવાની મુદતમાં વધારો કરવા ખેડૂતોની લાગણી અને માંગણીને ધ્‍યાનમાં રાખી મુદત વધારવા ભલામણ છે. આ પત્ર મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ તથા સિંચાઇ મંત્રી અને કૃષિમંત્રી બાવકુભાઇ ઉંધાડે લખેલ છે.

(12:04 pm IST)