Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

ભુજમાં પત્‍ની પિયરે જતા જમાઇએ સસરાને ઘેર તોડફોડ કરીઃઅંજારમાં છૂટાછેડા લેવા પત્‍નીને લમધારી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ર૪ :. કચ્‍છમાં ઘરેલું હિંસાના બે બનાવ નોંધાયા છે. જેમાં ભુજ તા.ના મેઘપર ગામે પત્‍ની પિયર જતાં ઉશ્‍કેરાયેલા પતિ સવજી પાંચા કોળીએ પોતાના સસરા કુંભા લધા કોળીના મકાનમાં તોડફોડ કરી આગ લગાડી દીધી હતી. બીજા બનાવમાં અંજારના મેઘપર કુંભારડી ગામે ભારતીબેન ગામોટે પતિ દશરથ કરસન ગામોટે છૂટાછેડા લેવા માટે પોતાને માર માર્યો હોવાની પોલીસ ફરીયાદ કરી છે. બન્ને બનાવોની પોલીસે તપાસ હાથ ધરી છે. 

(11:40 am IST)