Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

ગોંડલ માર્કેટ યાર્ડમાં કચ્છની કેસર કરીના આગમન સાથે કેરીની અઢળક આવક

માર્કેટ યાર્ડમાં ઉના,જૂનાગઢ,તાલાળા ઉપરાંત કચ્છ સહિતના પંથકમાંથી કેસ કેરીની રોજીદી 20 હજાર બોક્સ કેરીની આવક

ગોંડલ: ગોંડલ પંથકમાં ભલે ક્યાં આંબાના બગીચા ન હોય તેમ છતા દર વર્ષે ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરી અઢળક આવક જોવા મળતી હોય છે.આ વર્ષે કેસર કેરીના પાકમા તૌક્તે વાવાઝોડાની નુકશાની અને  ખરાબ હવામાનને લઈને મોટી નુકશાની ભોગવવી પડી છે.તેમ છતા ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કરીની અઢળક આવક જોવા મળ્યાની સાથે માર્કેટ યાર્ડ કેસર કેરીથી ઉભરાઈ જવા પામ્યુ છે..

વાત કરીએ ગોડલ માર્કેટ યાર્ડની તો  માર્કેટ યાર્ડમાં છેલ્લા ચાર પાંચ દિવસથી કચ્છની પ્રખ્યાત કેસર કેરીનું આગમન થવા પામ્યુ છે.દર વર્ષે ઉના તાલાળા પંથકમાંથી  માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું પ્રથમ આગમન થતુ હોય છે.બાદમાં કચ્છની કેસર કેરીનું આગમન થતુ હોય છે.પરંતુ ગતહ વર્ષ કરતા આ વર્ષે કચ્છની કેસર કેરીનું  થોડુ વહેલુ આગમન જોવા મળ્યું છે.આ સાથે જ  માર્કેટ યાર્ડમાં ઉના,જૂનાગઢ,તાલાળા ઉપરાંત કચ્છ સહિતના પંથકમાંથી કેસ કેરીની રોજીદી 20 હજાર બોક્સ કેરીની આવક થવા પામી છે.આ સાથે જ ગોંડલ માર્કેટ યાર્ડમાં હરાજીમાં કેસર કેરીના સાડા દસ કિલોના બોક્સના ભાવ રૂપિયા 800/-થી લઈને 1200/-સુધીના બોલાયા હતા..

દર વર્ષ કરતા ગોંડલ માર્કેટ યાર્ડમાં ભલે કેસર કેરીની આ વર્ષે ઓછી આવક જોવા મળી છે.તેમ છતા સૌરાષ્ટ્રમાં કેસર કેરીનું પીઠુ ગણાતા તાલાળા કરતા કેસર કેરીની વધુ આવક જોવા મળી છે.આ સાથે કેસર કેરીના ઓછા ઉત્પાદન અને ઓછી આવક વચ્ચે ખેડૂતોને પણ કેસર કેરીના પોષણક્ષમ ભાવો મળી રહ્યા છે.ત્યારે મીઠી મધુર ફળોની રાણી ગણાતી કેસર કેરી મધ્યમ અને ગરીબ લોકો માટે ભાવમાં ખાટી બનવાની સાથે ગોંડલ માર્કેટ યાર્ડ કેરીથી ઉભરાઈ જવા પામ્યુ છે

(11:26 pm IST)