Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

માળિયાના સૂલતાનપુર અને વિશાલનગર ગ્રામ પંચાયતના વહીવટદાર તરીકે પી.સી. ચૌહાણની નિમણૂંક.

મોરબી :  માળિયામાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા સૂલતાનપુર અને વિશાલનગર ગ્રામ પંચાયતના વહીવટદાર તરીકે તલાટી કમ મંત્રી પી.સી. ચૌહાણની નિમણૂંક કરવામાં આવી છે.
થોડા સમય પહેલા પંચાયત વિભાગે મહત્વનો પરિપત્ર બહાર પાડ્યો હતો.  જેમાં તલાટી મંત્રીને વહીવટદાર તરીકેની સત્તા સોંપવા આદેશ કરવામા આવ્યો છે. જેમાં અન્ય ગામના તલાટીને વહીવટદાર તરીકે નિમણૂંક આપવા આદેશ,તેમજ જ્યાં ફરજ બજાવતા હોય ત્યાં જ તલાટીને વહીવટદાર નહી બનાવાય તેવો ઉલ્લેખ પણ કરવામા આવ્યો હતો.
જેને પગલે સુલતાનપુર અને વિશાલનગર ગ્રામ પંચાયતોની ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ ની કલમ-૫૩(ક,ખ) અન્વયે ગ્રામ પંચાયતનું વિભાજન થયેલ હોવાથી સંદર્ભિત પત્રથી પી.સી. ચૌહાણની નિમણુક કરવામાં આવી છે. હવે  જ્યાં સુધી સરપંચો અને સભ્યોની ચૂંટણી ન થાય અને ગ્રામ પંચાયતો કાર્યરત થાય નહિ અથવા અન્ય હુકમો થાય નહિ ત્યાં સુધી ગ્રામ પંચાયતોની આવશ્યક સેવાઓ જળવાઈ રહે અને અડચણ ઉભી ના થાય તે માટે વહીવટદારો તરીકે પી.સી. ચૌહાણને ગ્રામ પંચાયતોની બધી સત્તાઓ ધારણ કરવાનો અને બધી ફરજો અને કાર્યો બાવવાની વધારાની કામગીરી કરવાનો હુકમ કરવામાં આવ્યો છે, તેમ માળીયાના  તાલુકા વિકાસ અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

   
(11:20 pm IST)