Gujarati News

Gujarati News

News of Sunday, 24th January 2021

ધોરાજી એસ.ટી.નાં ધોરાજી ડેપો સહિત છ ડેપોને કેન્દ્ર સરકારનો પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ગુજરાત રાજય એસ.ટી. નિગમને વધુ એક ગૌરવ મળેલ છે. ગઇકાલે દિલ્હી ખાતે સૌથી ઓછા અકસ્માત દર બદલ કેન્દ્ર સરકારનો પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યા બાદ એસ.ટી. નિગમનાં જુનાગઢ ડિવીઝનનાં ધોરાજી, અમરેલીનાં રાજુલા, ગોધરાનાં દાહોદ, અમદાવાદ તથા અમદાવાદ ડિવીઝનનાં ધોળકા અને વલસાડ ડિવીઝનના ધરમપુર ડેપો એમ નિગમના કુલ 6 ડેપોને સૌથી સારી પ.પપ કિ.મી. પ્રતિલીટરની એવરેજ મેળવવા બદલ કેન્દ્ર સરકારની ‘પેટ્રોલીયમ ક્ધઝર્વેશન રીસર્ચ એસોસીએશન (પી.સી.આર.એ.) સંસ્થા દ્વારા એવોર્ડ એનાયત થયા છે.
 આ એવોર્ડમાં ડેપોને રૂા. પ0 હજાર રોકડા તથા ખાસ ટ્રોફી એનાયત કરવામાં આવેલ છે. દરમ્યાન એસ.ટી. નિગમનાં જણાવ્યા મુજબ એસ.ટી. નિગમ પોતાના સંચાલનમાં વિવિધ કક્ષાની કુલ 8136 બસ ધરાવે છે. જેમાં ર0 સેમી-લો ફલોર બસ, 360 સ્લીપર કોચ, 1481 સેમી. લકઝરી 487ર સુપર ડિલક્ષ, 14 સી.એન.જી. અને 1389 મીની બસનો કાફલો ધરાવે છે. નિગમ મુસાફરોને સમયસર અને આરામદાયક મુસાફરીની સાથે સલામતીના ધ્યેય સાથે કામ કરે છે અને રાષ્ટ્રીય કક્ષાના પરિણામો પણ હાંસલ કરવાની નેમ ધરાવે છે.
 કેન્દ્ર સરકારની ઉપરોકત સંસ્થા દ્વારા સ્ટેટ લેવલ ઉપર દરેક ટેસ્ટ ટ્રાન્સપોર્ટમાં ઓકટો. ર019થી સપ્ટે. ર0ર0ના કેએમપીએલમાં મેળવેલ ઇમ્પ્રુવમેન્ટને આધારે નિગમનાં 6 બેસ્ટ ડેમોને રૂા. પ0 હજાર એવોર્ડ તેમજ ટ્રોફી માટે સીલેકટ કરવામાં આવેલ છે. ઉપરોકત એવોર્ડ માટેનો એક કાર્યક્રમ ગઇકાલે સાંજે આઇઓસીએલ ગુજરાત સ્ટેટ ઓફીસ, અમદાવાદ ખાતે ઓનલાઇન રાખવામાં આવેલ જેમાં ડો. કિરીટ પી. સોલંકી, સાંસદ સભ્ય દ્વારા ઉકત વર્ચ્યુઅલી એવોર્ડ એનાયત કરવામાં આવેલ જેમાં ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર વિભાગ તરફથી મુખ્ય યાંત્રિક ઇજનેર તેમજ ખરીદ નિયામક દ્વારા વર્ચ્યુઅલી એવોર્ડ સ્વીકારવામાં આવેલ હતો.
નિગમ દ્વારા વર્ષ ર018-19માં ડિઝલ કે.એમ.પી.એલ. પ.38 કિ.મી. પ્રતિ લીટર મેળવેલ જેમાં પણ સુધારો મેળવી વર્ષ ર019-20માં ડિઝલ કે.એમ.પી.એલ. પ.47 કિ.મી. પ્રતિ લીટર મેળવેલ જ્યારે વર્ષ ર0ર0-21માં નવે. ર0ર0 સુધીમાં ડિઝલ ેકે.એમ.પી.એલ. પ.પપ કિ.મી. પ્રતિ લીટર મેળવેલ છે. આમ નિગમ દ્વારા ડિઝલમાં બચત થાય તે માટે ડિઝલ કે.એમ.પી.એલ.માં ઉતરોતર સુધારો મેળવવામાં આવેલ છે

(5:18 pm IST)