Gujarati News

Gujarati News

News of Sunday, 24th January 2021

કચ્છના નલિયામાં ૫.૧ ડિગ્રી : સૌરાષ્ટ્ર-કચ્છમાં અન્યત્ર ઠંડીમાં રાહત

ગાંધીનગર ૯.૦, વલસાડ ૧૦.૫, રાજકોટમાં ૧૨ ડિગ્રી લઘુતમ તાપમાન

રાજકોટ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે પણ ઠંડીમાં રાહત યથાવત છે. માત્ર મોડીરાત્રીના અને વહેલી સવારે ઠંડકનો અનુભવ થાય છે.

 આજે સવારે કચ્છના નલિયામાં ૫.૧ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

જ્યારે ગાંધીનગર ૯.૦ , વલસાડ ૧૦.૫ રાજકોટમાં ૧૨ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગુરુવારથી શનિવાર સુધી જોરદાર  ઝાકળ વર્ષાનો અનુભવ થયો હતો. જોકે આજે રવિવારે ભેજનું પ્રમાણ ઘટતા ઝાકળ વર્ષા પણ ધટી છે.

ક્યાં કેટલી ઠંડી

શહેર

લઘુતમ તાપમાન

અમદાવાદ

૧૧.૬ ડિગ્રી

ડીસા

૧૨.૦ ડિગ્રી

વડોદરા

૧૩.૪ ડિગ્રી

સુરત

૧૫.૪ ડિગ્રી

રાજકોટ

૧૨.૦ ડિગ્રી

કેશોદ

૧૨.૦ ડિગ્રી

ભાવનગર

૧૫.૨ ડિગ્રી 

પોરબંદર

૧૩.૧ ડિગ્રી

વેરાવળ

૧૧.૫ ડિગ્રી

દ્વારકા

૧૫.૭ ડિગ્રી

ઓખા

૧૮.૦ ડિગ્રી

ભુજ

૧૨.૨ ડિગ્રી

નલીયા

૫.૧ ડિગ્રી

સુરેન્દ્રનગર

૧૨.૬ ડિગ્રી

ન્યુ કંડલા

૧૨.૪  ડિગ્રી

કંડલા એરપોર્ટ

૧૧.૨ ડિગ્રી

અમરેલી

૧૧.૦ ડિગ્રી

ગાંધીનગર

૯.૦ ડિગ્રી

મહુવા

૧૫.૧ ડિગ્રી

 દીવ

૧૪.૦ ડિગ્રી

વલસાડ

૧૦.૫ ડિગ્રી

વલ્લભ વિદ્યાનગર

૧૩.૫ ડિગ્રી

(10:33 am IST)