Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

ગોંડલ સરકારી હોસ્પિટલમાં ઓકિસજનનો ફાયર બોટલ ફાટતા સ્વીપરને ગંભીર ઇજા

ગોંડલ તા.૨૪ : ગોંડલના સરકારી દવાખાને સવારનાં સુમારે એક ઇમરજન્સી કેસ આવતાં દવાખાનાના સ્ટાફ દ્વારા સારવાર માટે તાબડતોડ તૈયારી શરૂ કરવામાં આવી હતી ત્યારે ઓકિસજનની હ્યુમિડિટી ફાયર બોટલ ફાટતાં સ્વીપર નું કામ કરી રહેલ યુવાન ગંભીર રીતે ઘવાતા તેને તુરંત રાજકોટ દવાખાને ખસેડવામાં આવ્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ દર્દીઓની અવરજવરથી સતત વ્યસ્ત રહેતા અત્રેના સરકારી દવાખાને સવારના સુમારે ઇમરજન્સી કેસ આવતા દવાખાના સ્ટાફ દ્વારા સારવારની તૈયારી કરવામાં આવી રહી હતી ત્યારે ઓકિસજન સાથે જોડાયેલ હ્યુમિડિટી ફાયરની કાચની બોટલ ફાટતા સ્વીપરનું કામ કરી રહેલ દેવાંગ જીતુભાઈ ગોરી ઉમર વર્ષ ૨૦ ને મોઢાના ભાગે તેમજ આંખમાં ઇજા પહોંચતા ગંભીર રીતે દ્યવાતા વધુ સારવાર માટે રાજકોટ દવાખાને ખસેડવામાં આવ્યો હતો.

સરકારી દવાખાનાના સૂત્રોએ જણાવ્યું હતું કે દેવાંગ હજુ બે માસ પહેલાં જ સ્વીપરની ફરજ પર જોડાયો હોય તેની પાસે પૂરતો અનુભવ ના હોય છતાં દવાખાનાના તંત્રે સદ્યળી જવાબદારી તેના પર ઢોળી દેતા આજે અકસ્માત બનવા પામ્યો હતો, અને જેનો ભોગ યુવાન પોતે બન્યો હતો, વાસ્તવમાં આવા કામ માટે અનુભવી માણસ હોવો પણ જરૂરી છે જે નવનિયુકત યુવાનોને આ કામ શીખવી શકે તેઓ સક્ષમ હોવો જોઈએ તેવું અંતમાં જણાવ્યું હતું.

(4:08 pm IST)