Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

ટંકારા બાદ મોરબીમાં તસ્કર ટોળકી ત્રાટકી મહેન્દ્રનગર ચોકડી પાસે પાંચ દુકાનો તૂટી

તસ્વીરમાં જે દુકાનોના તાળા તૂટયા હતા તે નજરે પડે છે. (તસ્વીર : પ્રવિણ વ્યાસ, મોરબી)

મોરબી તા. ૨૪ : ટંકારા બાદ ગતરાત્રે મોરબી પંથકમાં તસ્કર ટોળકી ત્રાટકી હતી અને મહેન્દ્રનગર ચોકડી નજીક પાંચ દુકાનોને નિશાન બનાવી હતી.

મળતી વિગતો મુજબ મોરબીના મહેન્દ્રનગર ચોકડી નજીક આવેલ દુકાનોમાં તસ્કરો ટોળકીએ આતંક મચાવ્યો છે અને અવારનવાર ચોરીના બનાવો મહેન્દ્રનગર ચોકડી નજીક બનતા રહે છે. જેમાં  ફરી મહેન્દ્રનગર ચોકડી નજીક આવેલ બાપા સીતારામ કોમ્પલેક્ષ પાછળ આવેલ દુકાનોમાંથી ૫ દુકાનોના રાત્રીના તાળા તૂટયા છેઙ્ગ જો કે સદનસીબે દુકાનમાંથી તસ્કરોને કઈ હાથ લાગ્યું ન હતું પણ આ સ્થળ પર અવારનવાર આવા બનાવોબનતા રહે છે જેથી પોલીસના નાઈટ પેટ્રોલિંગ પર સવાલો ઉઠ્યા છે.

વારંવાર આવા બનાવો બનતા હોવા છતા પોલીસેઙ્ગ દ્વારા કોઈ નિષ્ક્રિય પગલા લેવા આવતા નથી અને મોરબી બી.ડીવીઝન પોલસ મથક પણ મહેન્દ્રનગર ચોકડી નજીક હોવા છતા પણ પોલીસની કોઈ મોટી ચોરી થવાની રાહ જોતી હોય તેવું લાગી રહ્યું છે.તસ્કરો દ્વારા અવારનવાર મહેન્દ્રનાગર ચોકડી વિસ્તારમાં ધામા નાખીને પોલીસને ખુલ્લો પડકાર ફેકે છે.

(12:50 pm IST)