Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

ગોંડલમાં પૂ. રામગરબાપુ ગાયવાળાની પુણ્યતિથિની ઉજવણી

 ગોંડલ શહેરની ગલીએ ગલીઓમાં આલે..આલેની આહલેખ જગાવનાર સંત પરમ પૂજય શ્રી રામગરબાપુ ગાયવાળાની ૨૯ મી પુણ્યતિથિ નિમિત્તે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં સવારે ગુરુપૂજન ધ્વજારોહણ પશુ-પક્ષી સારવાર કેન્દ્ર હોસ્પિટલ ઉદ્દઘાટન પૂજય હરિચરણદાસ બાપુ રામજી મંદિરના હસ્તે, બટુક ભોજન તેમજ રાત્રે સંતવાણીના કાર્યક્રમો રખાયા હતા, સંતવાણી હરસુખગીરી ગોસ્વામી હરદેવભાઇ આહિર વિજય ગઢવી દેવરાજ ગઢવી ધીરજભાઈ ઓડેદરા તેમજ જીતુભાઇ બગડા દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રીરામગાર બાપુ ગૌસેવા ટ્રસ્ટ તેમજ ગૌ ભકતોએ જહેમત ઉઠાવી હતી.(અહેવાલ : જીતેન્દ્ર આચાર્ય, તસ્વીર : ભાવેશ ભોજાણી, ગોંડલ)

 

(9:35 am IST)