Gujarati News

Gujarati News

News of Saturday, 23rd December 2017

દ્વારકાના કુરંગા ગામ પાસે ડિઝલ ભરેલું એક ટેન્કર અચાનક પલટી મારી : આજુબાજુના રોડ પર રોડ પર ડિઝલ ઢોળાયું : અને અનેક જગ્યાએ ડિઝલ ના ખાબોચિયા ભરાઈ ગયા : ક્રેનની મદદથી ટેન્કરને સાઈડમાં ખસેડાઈ

દ્વારકા: દ્વારકાના કુરંગા ગામ પાસે ડિઝલ ભરેલું એક ટેન્કર પલટી મારી ગયું છે. ટેન્કર પલટી ખાઈ જતાં આજુબાજુના રોડ પર રોડ પર ડિઝલ ઢોળાયું છે અને અનેક જગ્યાએ ડિઝલ ના ખાબોચિયા ભરાઈ ગયા છે.

તો ઢોળાયેલા ડિઝલ ને લેવા માટે આસપાસના લોકો દોડી આવ્યા છે. બીજી તરફ તંત્ર દ્વારા ક્રેનની મદદથી ટેન્કરને સાઈડમાં ખસેડવામાં આવ્યું છે. અને હાલ સ્થાનિક પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે.

(11:19 pm IST)