Gujarati News

Gujarati News

News of Saturday, 23rd December 2017

અમરેલી બાર એસો.ના પ્રમુખ -ઉપપ્રમુખ ચુંટાયા

અમરેલી, તા., ૨૩: અમરેલી બાર એસોસીએશનમાં મોટા ભાગના સભ્યો બિન હરીફ ચુંટાયા બાદ પ્રમુખ અને ઉપપ્રમુખની જગ્યા માટે એકથી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હોવાથી ચુંટાઇ યોજાઇ હતી. જેમાં પ્રમુખ તરીકે ૩૧ મતોની લીડથી એલ.એમ.દેવમુરારી ચુંટાયા છે.

આ અંગેની વિગતો મુજબ અમરેલી બાર એસોસીએશનના હોદેદારોની ટર્મ પુરી થતા ચુંટણીની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં મોટાભાગની પેનલ અગાઉ જ બીન હરીફ રીતે વિજેતા જાહેર થઇ હતી. જયારે પ્રમુખ અને હિસાબી ઉપપ્રમુખ પદ માટે એકથી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હોવાથી અને ફોર્મ પરત ન ખેંચાયા હતા.

(3:56 pm IST)