Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

હું પદ જાય ત્યારે મા જગદંબાનું અવતરણ થાય : પૂ. મોરારીબાપુ

જુનાગઢ ગિરનાર પર્વત ઉપર આયોજીત ''માનસ જગદંબા'' ઓનલાઇન શ્રી રામકથાનો સાતમો દિવસ

પુ. મોરારીબાપુ કથાનું રસપાન કરાવતા નજરે પડે છે. (તસ્વીર : મુકેશ વાઘેલા, જુનાગઢ)

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ર૩:  જુનાગઢ ગરવા ગિરનાર પર્વત પર કમંડળ કંુડ ખાતે મોરારીબાપુના વ્યાસાસને શનીવારથી માનસ જગદંભા રામકથા યોજાયેલ છે.

જેમાં આજે સાતમા દિવસે પુ. મોરારી બાપુએ જણાવ્યુ હતું કે સંત શિરોમણી દત મહારાજના આશિર્વાદથી સમસ્ત ચેતનાને નમન કરતા શ્રોતાઓને પ્રણામ જયસિયારામ કરી કથા આગળ ધપાવી હતી.

જબ એક રામ હનુમાનજીનો સાક્ષાત્કાર થાય છે. તેમ ગોસ્વામી મહારાજ અર્થ વિસ્તાર સમજાવે છે.

જગદંબાના પિતા હિમાલય છે રર કરોડ વર્ષમાં કાંઇક પરિવર્તન આવ્યા પણ હિમાલય અડીખમ સ્થિર છે.

હનુમાન ચાલીસા ઘરઘર ગવાય છે તે લોકોભિરામ છે.

રાવણે જુલ્મ કર્યો હનુમાનજીએ લંકાનું પશ્ચિમ દ્વાર સળગાવ્યું. સેનામાં દોડધામ થઇ ગઇ ત્યારે લંકામાં પહોંચી સોનાના ભવનમાં લંકાભવનમાં જઇ લંકા સળગાવી નાંખી હતી.

કોઇપણ વ્યકિત શકિતની ઉપાસના કરે આપણે રામાયણની ઉપાસના કરીએ છીએ.

આ માળા મારી મોટીમાં છે. હાથમાં બાપુએ બતાવી ચેલૈયાનો પ્રસંગ વર્ણવ્યો દુધરેજ પરંપરાની વાત કરી મેરામણ માજાન મુકે ચેલૈયા સતના છોડે મેરૂ તો  ડગે પણ જેના મનડા ન ડગે ભોગીરે પડે બ્રહ્માંડ જેમ દુર્જનના વચનને સાધુ સહન કરે તેમ પર્વત કેમ સહન કરે સ્થિરતા ધીરણા સાક્ષીની બેટી એજ જગદંબા કહેવાય જયા નિર અહંકારીતા હોયએ જગદંબા છે. જેનુ હુ પદ ગયું ત્યા જગદંબાનું અવતરણ થાય છે.

ગઇકાલે પૂ. મોરારીબાપુએ કથામાં કહ્યું હતું કે, રજોગુણ વગર સર્જન, સત્યગુણ વગર પાલન પોષણ અને તમો ગુણ વગર નિવાશ સંભવ નથી પણ જગદંબા ત્રિગુણાતિત છે જે આ ત્રણેય ગુણવગર પણ સર્જન, પાલન ને વિનાશ કરે છે.

શ્રીમદ્ ભાગવતમાં ભગવાન કૃષ્ણના પૂર્વ જ યદુ ગુરૂ દત્તને પૂછે કે, તમે આટલી મસ્તી-મસ્ત સ્થિતિમાં કેમ રહી શકો છો ? ત્યારે ગુરૂ દત્ત તેના જીવનના ર૪ શિક્ષાગુરૂઓ વિશે વિસ્તારથી કહે છે. બાપુએ ખાસ જણાવ્યું કે શિક્ષાગુરૂ ભલે અનેક હોય પણ દીક્ષા એકથી જ લેવી જોઇએ. બધા પાસેથી દિશા લેવી એ વ્યતિચારિણી ભકિત છે એ ર૪ ગુરૂમાં પૃથ્વી-ધીરતા, સ્થિરતા વાયુ-અસગતા, આકાશ-નિર્લપતા, જળ-શિતળતા, મધુરતા, પ્રવાહીતા, ચંદ્રથી શિતળતા સૂર્યથી જીવનદાન, કપોત પક્ષીથી જોડાણ, અજગર-અકલ્પ્યભીક્ષા, સિંધુ પાસેથી મસ્તી કે પતંગિયા પાસેથી રૂમ આશકિત, મધમાખી પાસેથી મધુરતા સંગ્ર, હાથી, હરણ મુગ્ધઆસકિત, માછલી-મીન રહેવું પિંગલ ગણિકા પાસેથી વૈરાગ, કુમારી પાસેથી એકાગ્રતા, ભીડ સમૂહ સંઘર્ષ કરાવે એ સાપ પાસેથી એકાગ્રતા, કરોળિયા પાસેથી ખુદની જાળમાં ફસાવું આદી ગુણ લીધા છે.

(3:05 pm IST)