Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

સ્મૃતિ ઇરાનીની લીંબડીમાં જાહેરસભા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા.૨૩ : સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણી અંતર્ગત અને આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવારની જીત થાય તે હેતુથી આજે બપોરે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની લીંબડી ખાતે ભરતભાઈ પટેલના જીવનમાં મુખ્ય બજારમાં બપોરના સમયે વિધાનસભાની પેટા ચૂંટણી અંતર્ગત જાહેર સભા યોજશે તેવું હાલમાં જાણવા મળી રહ્યું છે ત્યારે આજે વહેલી સવારથી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ગુજરાતની મુલાકાતે પહોંચ્યા છે જેમાં વહેલી સવારે મોરબી બપોરે લીંબડી ખાતે સાંજે ૦૪:૩૦ વાગ્યે ગઢડા રાત્રે ૮:૦૦ મિયાગામ કરજણ ખાતે વિધાનસભાની પેટા ચૂંટણી અંતર્ગત જાહેર સભા યોજશે તેવું હાલમાં જાણવા મળી રહ્યું છે.

 ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી પેટા ચૂંટણી અંતર્ગત ૧:૩૦ કલાકે સ્મૃતિ ઈરાની લીંબડી ખાતે ભાજપ ના ઉમેદવારની જીત થાય તે હેતુથી જાહેર સભા યોજાશે ત્યારે જિલ્લા પ્રવાસન વિભાગ દ્વારા આ બાબતની પરમિશન પણ કોરોનાની મહામારી વચ્ચે મોડી રાત્રે આપી દેવામાં આવી છે.

(3:04 pm IST)