Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

સુરેન્દ્રનગર માલવણ હાઇ-વે ઉપર ૭.૬૬ લાખનાં કાજુના બોકસની લૂંટ

અઠવાડિયામાં લૂંટની ૪ ઘટના : તસ્કરો કારમાં નાશી છૂટ્યા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૨૩: માલવણ હાઇવે ઉપર ભચાઉ થી અમદાવાદ જતી ટ્રકમાં અજાણ્યા ઈસમોએ ટાટપતરી ચીરીને રૂપિયા સાત લાખ ૬૬ હજારનો કાજુના ચાર બેરલ અને ૪ બેરલ અને ૫૬ બોકસ ની ચોરી થયાની ફરિયાદ બજાણા પોલીસ મથકે નોંધાતા ગેંગને ઝબ્બે કરવા ચક્રો ગતિમાન કર્યા છે માળીયા થી અમદાવાદ જવાના રસ્તે માલવણ હાઇવે પર છેલ્લા અઠવાડિયામાં ચાર ટ્રકો લાખોનો મુદ્દામાલ ચોરાયો છે ત્યારે કચ્છના નાના મોટીચિરઇગામથી ઈશ્વરી બહાને યાદવ ૪૦૭ ગાડી લઇ છૂટક આ જૂના બોકસ અને જોબ વર્ક માટે કાજુ બન્ના વાદળી બોકસ અમદાવાદ ડિલિવરી આપવા જઈ રહ્યા હતા ત્યારે માલવણ હાઇવે પર થી ૮ કિમી દૂર મોડી રાત્રે  અજાણ્યા ચોર સિલ્વર કલરની ગાડી નંબર જીજે ૧૮બીબી ૯૯ ૬૬માં નાશી છૂટતા પોલીસે શોધખોળ આદરી છે.

(12:52 pm IST)