Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

કાલે નરેન્દ્રભાઇના હસ્તે કિસાન સુર્યોદય યોજનાનું ઇ-લોન્ચીંગ

પ્રથમ તબક્કામાં જૂનાગઢ સહિત ૪ જીલ્લાના ૩૬૯ ગામોના ૭૫,૯૯૧ ખેડૂતોને લાભ મળશે : દિવસ દરમિયાન થ્રી-ફેજ વિજ પુરવઠો અપાશે : જૂનાગઢમાં વહિવટીતંત્ર દ્વારા તડામાર તૈયારી

જૂનાગઢ,તા. ૨૩: પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્રારા તા.૨૪ ઓકટબરના રોજ ખેડુતો માટેની કિસાન સુર્યોદય યોજનાનું ઇ-લોન્ચીંગ થનાર છે. જયારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, ઉર્જામંત્રી સોરભભાઇ પટેલ, પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડા, પ્રવાસન રાજયમંત્રી વાસણભાઇ આહીર, યાત્રાધામ વિકાસ રાજયમંત્રી વિભાવરીબેન દવે સહિતના અન્ય મહાનુભાવો જૂનાગઢ ખાતે પોલીસ તાલીમ મહાવિધાલયના મેદાનમાં યોજાનાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા વધુ એક વાર ખેડુતોના હિત માટે સંવેદનશીલ નિર્ણય લઇ કિસાન સુર્યોદય યોજના લોન્ચ કરવામાં આવી છે. છેલ્લા ઘણા સમય થી ખેડુતોની માંગણી હતી કે, દિવસે વીજળી મળે આ બાબતે સરકારશ્રી દ્વારા  સુર્યોદય યોજના લોન્ચ કરવામાં આવી છે. સુર્યોદય યોજના લોન્ચ થતા જૂનાગઢ, ગીરસોમનાથ,અમરેલી, અને રાજકોટ જિલ્લાના ૭૫ હજાર ૯૯૧ જેટલા ખેડુતોને લાભ થશે.

આ યોજના હેઠળ ખેડુતોને દિવસ દરમિયાન ૩ ફેજ વીજ પુરવઠો મળશે. દિવસ દરમિયાન વીજળી થી ખેડુતોને રાત્રે રાની પશુઓ ના  ત્રાસ થી છુટકારો મળશે. કૃષિ ઉત્પાદનમાં વધારો થશે. અને દિવસ દરમિયાન વીજ પુરવઠાના સમયગાળાથી કામગીરીની નિશ્ચીતતા  પણ નક્કી થશે.

આ યોજનાના પ્રથમ તબક્કામાં સૈારાષ્ટ્રના ૪ જિલ્લાઓની પસંદગી કરવામાં આવી છે. જેમાં જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલી અને રાજકોટનો સમાવેશ થાય છે. જૂનાગઢ જિલ્લાના ૨૨૦ ગામો, ગીર સોમનાથના ૧૪૩ ગામો, અમરેલીના ૫ ગામો,રાજકોટના  ૧ ગામનો સમાવેશ થાય છે. ઉપરાંત પ્રથમ તબક્કામાં પર સબસ્ટેશન હેઠળ ૨૯૬ વિજ ફેડરોનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ખેડુતોની આવક બમણી કરવા તેમજ, ખેડુતોને વીજળી ખેત પેદાશના પોષણક્ષમ ભાવ મળી રહે એ સરકારશ્રીની તેમ છે.

મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો પધારનાર હોય જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના માર્ગદર્શન તળે પીજીવીસીએલ, જેટકો, માર્ગમકાન વિભાગ,રેવન્યુ તંત્ર જિલ્લા પોલીસ  ઉપરાંત વહિવટીતંત્રના અધિકારીઓ દ્રવારા કાર્યક્રમને સફળ બનાવવા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. કલેકટરશ્રીએ જિલ્લાના અધીકારીઓની બેઠક બોલાવી કાર્યક્રમના સુચારૂ  આયોજન માટે જરૂરી સુચનાઓ આપી હતી.

કાલે નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ગુજરાતની ૩ મહત્વપૂર્ણ યોજનાઓનું ઉદ્દઘાટન

જુનાગઢ તા.ર૩ : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે કાલે વિવિધ ત્રણ યોજનાઓનું ઇ-લોકાર્પણ કરાશે જેની ટિવટર ઉપર માહિતી અપાઇ છે.

(11:46 am IST)
  • લડાખ સ્વાયત પર્વતીય વિકાસ પરિષદની ચૂંટણીમાં લેહમાં 65,07 ટકા મતદાન :26મીએ મતગણતરી થશે : લેહ જિલ્લાના છઠ્ઠા પર્વતીય પરિષદની 26 સીટો માટે ભાજપ , કોંગ્રેસ અને આપ સાથે 23 અપક્ષ ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝુકાવ્યું છે : 45,025 મહિલાઓ સહીત 89,776 મતદાતા 26 બેઠકો માટે 294 મતદાનકેન્દ્રો પર ભાજપ, કોંગ્રેસના 26-26 ઉમેદવારો અને અપક્ષ 23 સહીત કુલ 94 ઉમેદવારો માટે મતદાન કર્યું access_time 12:45 am IST

  • ધો.૧૨ સામાન્ય પ્રવાહની પુરક પરીક્ષાનું પરિણામ આવતીકાલેઃ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પુરક પરીક્ષાનું પરિણામ આવતીકાલે જાહેર થશે : રાજયમાંથી એક લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી ગુજરાત મિડિયા ગ્રૂપ લાઈવ access_time 11:31 am IST

  • ' આલે....લે " : ઉત્તર પ્રદેશમાં 1 કરોડ 9 લાખ ગ્રાહકો એવા છે કે જેમણે ક્યારેય વીજળીનું બિલ ભર્યું જ નથી : આ ગ્રાહકો પૈકી 96 ટકા ગ્રામ્ય વિસ્તારના છે જેમની પાસે અધધ...68 હજાર કરોડ રૂપિયા લેવાના બાકી છે : યુ .પી.પાવર કોર્પોરેશન લિમિટેડના ચેરમેને ટ્વીટર ઉપર આપી માહિતી access_time 1:33 pm IST