Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

બળજબરીથી રૂપિયા કઢાવનાર જેતપુરના વ્યાજખોર નવનીત ચલ્લા સામે પાટણવાવમાં બે ગુન્હા નોંધાયા

મોટી મારડના અશોક કોળીને વ્યાજે ૧ લાખ આપ્યા બાદ ર લાખ અને કેતન કોળીને પ૦ હજાર આપી ૧.૭પ લાખ વ્યાજ વસુલી ચેક રિર્ટનની ફરિયાદ કરવા ધમકી આપી'તી

રાજકોટ તા. ર૩: મોટી મારડના બે કોળી યુવાનો પાસેથી બળજબરીથી વ્યાજના રૂપિયા વસુલી અને વધુ વ્યાજ પડાવવા ચેક રીર્ટનની ફરીયાદ કરવાની ધમકી આપનાર જેતપુરના વ્યાજખોર સામે પાટણવાવ પોલીસ મથકમાં બે ગુન્હાઓ નોંધાયા છે.

પ્રથમ ફરિયાદમાં મોટી મારડમાં કૃષ્ણનગરમાં રહેતા અને ડ્રાઇવિંગનો વ્યવસાય કરતાં અશોક રમેશભાઇ કોળીએ જેતપુરના વ્યાજખોર નવનીત પ્રહલાદભાઇ ચલ્લા સામે પાટણવાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદીએ ટેમ્પો લેવા માટે જેતપુરના નવનીત પાસેથી પ૦ હજાર ૧૦ ટકા વ્યાજે લીધા હતા અને બાદમાં ટેમ્પાનું એન્જીન ચોટી જતા વધુ પ૦ હજાર વ્યાજે લીધા હતા. આરોપી નવનીતે ફરીયાદી પાસેથી બેંકના કોરા ચેક, સોનાનો ચેઇન તથા ત્રણ વીંટી ગીરવે લઇ વ્યાજપેટે બે લાખથી વધુ રકમ બળજબીરથી કઢાવી લીધી હતી. ત્યારબાદ આરોપીએ ત્યાજપેટે વધુ બે લાખ વસુલવા ફરીયાદીએ આપેલ ચેક બેંકમાં વટાવી ચેક રીર્ટનની નોટીસ આપી ફરીયાદ કરવાની ધમકી આપ્યાનું જણાવ્યું હતું.
તેમજ મોટી મારડમાં કૃષ્ણનગરમાં રહેતા અને પ્રાઇવેટ નોકરી કરતા કેતન ભૂપતભાઇ કોળીએ જેતપુરના વ્યાજખોર નવનીત પહલાદભાઇ ચલ્લા સામે પાટણવાવ પોલીસ મથકમાં ફરીયાદ કરી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદીએ લગ્ન માટે આરોપી નવનીત પાસેથી પ૦ હજાર ૧૦ ટકા વ્યાજે લીધા હતા અને બે સોનાની બુટી ગીરવે મુકી સાથે કોરા ચેક આપ્યા મહતા. આરોપી નવનીતે વ્યાજપેટે ૧.૭પ લાખ વસુલી લીધા હતા અને વધુ રૂપિયા બળજબરીથી કઢાવવા માટે ફરિયાદીએ આપેલ ચેકમાં ર.પ૦ લાખની રકમ ભરી બેંકમાં વટાવી ચેક રીર્ટનની નોટીસ આપી ફરીયાદ કરવા ધમકી આપી હતી. આરોપી નવડનીત લાયસન્સ વગર ધિરાણ કરી રૂપિયા વસુલતો હોવાનું જણાવ્યું હતું.

આ બંન્ને ફરીયાદ અન્વયે પાટણવાવ પોલીસે વ્યાજખોર નવનીત ચલ્લા સામે બે ગુન્હો દાખલ કરી શોધખોળ હાથ ધરી છે .વધુ તપાસ પાટણવાવના પી.એસ.આઇ. વાય. બી. રાણા ચલાવી રહ્યા છે.

(11:46 am IST)
  • ભારત 30મીએ વુહાન મોકલશે ફ્લાઇટ : વંદે ભારત મિશન અંતર્ગત ચીન જનાર એરઇન્ડિયાની હશે છઠી ઉડાન : ચીનના વુહાન શહેરમાં પહેલીવાર કોરોના સંક્રમણનો કેસ સામે આવ્યો હતો : એરઇન્ડિયાની 30 ઓક્ટોબરે ઉડાંનું સંચાલન કરશે : બેઇજિંગ સ્થિત ભારતીય દૂતાવાસની જાહેરાત access_time 1:06 am IST

  • તામિલનાડુમાં પણ વિનામૂલ્યે કોરોના વેકસીન આપવાની મુ.મંત્રીની જાહેરાત access_time 6:12 pm IST

  • દેશમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:એક્ટિવ કેસ ઝડપી ઘટીને 7 લાખથી ઓછા :રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 54,053 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 77,59,475 થયો :એક્ટીવ કેસ ઘટીને 6,94,724 થયા : વધુ 74,006 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 69,46,117 રિકવર થયા : વધુ 684 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,17,335 થયો: રિકવરી રેઈટ 90 ટકાની નજીક પહોંચ્યો access_time 1:02 am IST