Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

પોરબંદરમાં પ્રાચીન ભદ્રકાલી મંદિરે કોરોના મહામારીને લીધે સરકારના નિયમ મુજબ નવરાત્રી અનુષ્ઠાન

(સ્મિત પારેખ દ્વારા)પોરબંદર ,તા. ૨૩: જુના રાજવીઓ ભદ્રકલી માતાજીના  મંદિરે શ્રદ્ઘા પૂર્વક દર્શન અર્થે આવતા અને આસ્થા નું કેન્દ્ર છે ભાદરવા સુદ છઠ્ઠના દિવસે તેનો ભદ્રકાળી માતાજીના મંદિરે લોકમેળાનું આયોજન થતું અને શહેર અને આસપાસ ગ્રામ્ય વિસ્તાર ના લોકો ભદ્રકાળી માતાનો આ મેળો માણવા આવતા તેમજ નાના ભૂલકાઓને માટે આ પ્રિય મેળો ગણાતો ભાદરવા સુદ છઠ્ઠ વધુ મહિમા છે. આ પ્રાચીન ભદ્રકાલી મંદિરે કોરોનાને લીધે સરકારના નિયમ મુજબ નવરાત્રી અનુષ્ઠાન કરાય છે. રાસનું આયોજન કરેલ નથી.

આ મંદિર દિવેચા કોળી જ્ઞાતિ અને સમાજ આધ્યાદેવી તરીકે પૂજે છે અને અને હાલ પણ દીવેચા કોળી એ પરમ પરા જાળવી છે.છેલ્લા ૯૬ વર્ષથી દિવેચા કોળી પુરુષ અને બાળકો નવરાત્રિ ઉત્સવ ભારતીય સંસ્કૃતિ અને પરમ પરા ગત રીતે ઉજવે છે અને માતાજીના નવરાત્રિના રાત્રી દરમિયાન પ્રાચીન ઢાળમાં ગરબી દેશી વાજિંત્ર, ઢોલ, હાર્મોનિયમ, તબલા, શહેનાઈ તેમજ મુખ ગણા ના આવજ થી માતાજીમાં છંદ રાશ ગવાઈ છે. પ્રાચીન ઢાળ માં ચાચર ચોકમાં ગોળ કુંડાળામાં ગરબી પૂર્વક ભાવ અને શ્રદ્ઘા સાથે ગરબી લીએ છે આજ કળયુગમાં આ અલોકીક ભાવ સાથેના વાતાવરણ માં માતાજીની દિવ્ય હાજરીની શ્રદ્ઘાળુઓને દર્શનનો અહેસાસ કરાવે છે.

પ્રાચીન ગરબી માં પુરુષો અને બાળકો ને ટોપી પહેરી ને જ રમવું પડે છે જે પરંપરા જે હજુ જળવાઈ છે પોરબંદર ની જેતે સમયની વખણાતી ગરબીઓ સામુદ્રી માતા સુતારાવાળા, નવદુર્ગા માતાનું મંદિર પંચ હાટડી ખારવા વાળ હર્ષદમાં માતાનું મંદિર વાંદરી ચોક, મહાલક્ષ્મી માતાજી ના મંદિર એમ.જી. રોડ, શ્રી માળી સોની ના કુળ દેવી વાઘેશ્વરી માતાજી મંદિર, તેમજ ખાખ ચોક લુહાર જ્ઞાતિની વંડી, વાણિયા વાળ નગીનદાસ મોદી રોડ, બ્રહ્મક્ષત્રિય ( ખત્રી), ભોઈ જ્ઞાતિ ભોઈ વાળા માં વિગેરે સ્થળો એ પરમ પરા ગત પ્રાચીન ગરબી રમાતી સમયના પરિવર્તન સાથે વેશ ભૂષા દાખલ થઈ આ સમયમાં રાત્રી પ્રકાશ માં તેલ ના દીવા થી રોશની કરાતી અને દીવાના અજવાળે જ ગરબી રમાતી અને સમય અંતરે અત્યારે ઇલેકિટ્રક રોશની ની ઊર્જા માં ગરબી રમાય છે ઠક્કર પ્લોટ ની ગરબી ની નોંધ લેવી જરૂરી છે.(

(11:44 am IST)
  • ભારત 30મીએ વુહાન મોકલશે ફ્લાઇટ : વંદે ભારત મિશન અંતર્ગત ચીન જનાર એરઇન્ડિયાની હશે છઠી ઉડાન : ચીનના વુહાન શહેરમાં પહેલીવાર કોરોના સંક્રમણનો કેસ સામે આવ્યો હતો : એરઇન્ડિયાની 30 ઓક્ટોબરે ઉડાંનું સંચાલન કરશે : બેઇજિંગ સ્થિત ભારતીય દૂતાવાસની જાહેરાત access_time 1:06 am IST

  • તામિલનાડુમાં પણ વિનામૂલ્યે કોરોના વેકસીન આપવાની મુ.મંત્રીની જાહેરાત access_time 6:12 pm IST

  • ધો.૧૨ સામાન્ય પ્રવાહની પુરક પરીક્ષાનું પરિણામ આવતીકાલેઃ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પુરક પરીક્ષાનું પરિણામ આવતીકાલે જાહેર થશે : રાજયમાંથી એક લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી ગુજરાત મિડિયા ગ્રૂપ લાઈવ access_time 11:31 am IST