Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

ગીરનાર રોપ-વે નું કાર્ય સિદ્ધ થતા મહેન્દ્રભાઇ મશરૂ બાણેજ સુધી પદયાત્રા કરીને માનતા ઉતારશે

રસ્તામાં આવતા ગામો/વિસ્તારોમાં કોરોના સાવચેતી, જીવદયા, વ્યસન મુકિત, ગૌરક્ષા, બેટી બચાવો, રકતદાન, ચક્ષુદાન, દેહદાન, અંગદાન વિગેરે વિષયક જનજાગૃતિ પત્રિકાઓનું વિતરણ થશે

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ર૩: સતત ર૮ જેટલા વર્ષો સુધી ગીરનાર રોપ-વે યોજના અમલી બને તે માટે સતત/એકધારા

પ્રયાસો કરનાર મહેન્દ્ર મશરૂ અને સર્વોદય બ્લડ બેંકના સાથીદારો ગીરનાર રોપ-વે નું કાર્ય સિધ્ધ થતાં જુનાગઢના દોલતપરા પાસે આવેલ પ્રાચીન શ્રી ઇન્દ્રેશ્વર મંદિરથી મધ્ય ગીરમાં આવેલ પ્રાચીન શ્રી બાણેશ્વર મંદિર (બાણેજ) સુધીની આવતા દિવસોફમાં પદયાત્રા કરીને માનતા ઉતારવા જશે.

આ પદયાત્રા દરમ્યાન રસ્તામાં આવતા ગામો/વિસ્તારોમાં જનજાગૃતિ અર્થે કોરોના સાવચેતી, જીવદયા, વ્યસન મુકિત, ગૌરક્ષા, બેટી બચાવો, રકતદાન, ચક્ષુદાન, દહેદાન, અંગદાન વિગેરે વિષયક પત્રિકાઓનું વિતરણ પણ કરવામાં આવશે.

નોંધઃ કોરોના મહામારી સંદર્ભે હાલમાં સામુહિક પદયાત્રાની છૂટ નથી તેથી સરકારશ્રી દ્વારા જયારે પદયાત્રાઓની છુટછાટની જાહેરાત થયેથી તેમજ વન વિભાગની આવશ્યક મંજુરી મળ્યેથી પદયાત્રા યોજવામાં આવશે.

(11:44 am IST)