Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

દેવભૂમિ દ્વારકા જીલ્લાના સુરજકરાડીમાં ટ્રક હડફેટે વાછરડી : આંતરડા બહાર નીકળી ગયા : ર પગ ભાંગી નાંખ્યા : ગૌસેવકોએ બચાવી

ખંભાળીયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના સુરજકરારી ગામે રસ્તા પર કોઇ અજાણ્યા તોતીંગ ટ્રકનું વ્હીલ ફરી વળતા એક વાછરડી બે પગ ભાંગી ગયેલી તથા પેટ ફાટી જતાં આંતરડા બહાર નીકળી ગયેલા તેવી સ્થિતિમાં પડી હતી. આ વાછરડીની દયાજનક સ્થિતિની જાણ થતા ઓખા પાલિકાના કર્મચારી ગાતુભા તથા તેમની ટીમે ગૌભકતોની મદદથી વાછરડીને રીક્ષામાં બેસાડીને શ્રી માધવ પાંજરાપોળ (ગૌશાળા)માં પહોંચાડીને માનવતાનું કાર્ય કર્યું હતું. બે પગ ભાંગેલી આંતરડા બહાર નીકળેલી અને દયાજનક સ્થિતિની આ વાછરડીને સમયસર માધવ ગૌશાળામાં પહોંચાડતા સારવાર મળતા ગૌમાતાનો જીવ બચી જવા પામ્યો હતો. (તસ્વીર-અહેવાલ- કૌશલ સવજાણી-ખંભાળીયા)

(11:36 am IST)