Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

માણાવદર તાલુકાની સરકારી, ગ્રાન્ટેડ, ખાનગી શાળાઓના આચાર્ય, બી.આર.સી.કો-ઓર્ડીનેટર, ટી.પી.ઓ, સી.આર.સી મિત્રો, એમ.આઈ.એસ.નો વેબીનાર યોજાયો

 જુનાગઢ : સરકારશ્રી તરફથી સતત ઓનલાઇન શિક્ષણ અંગેની નવીન ગાઈડલાઈન આવતી રહે છે ત્યારે તે જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્યાયની પ્રેરણાથી તેમજ  સરકારી ગુજરાતી હાઈસ્કૂલ બાંટવાના આચાર્ય  કિરીટભાઈ સુવા અને લાયન્સ હાઈસ્કૂલના આચાર્ય  હરેશભાઇ પાડલીયા પ્રયાસથી માણાવદર તાલુકાની સરકારી, ગ્રાન્ટેડ તેમજ ખાનગી શાળાઓના આચાર્યઓનો વેબીનાર  યોજાયો. કાર્યક્રમની શરૂઆતમાં  કે. એલ.સુવાએ મિટિંગના મુદ્દાઓ વિષે છણાવટ કરી હતી.  ત્યારબાદ  જિલ્લા શિક્ષણાધિકારીશ્રી આર.એસ.ઉપાધ્યાયે પાઠય પુસ્તકની વધ ઘટ, વિદ્યાર્થીને રૂબરૂ   ફોનથી સંપર્ક તેમજ ખાસ તાલુકા કક્ષાએ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થાય તે અંગે ચર્ચા કરી હતી અને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. સાથે સાથે શાળાઓ ખોલવા અંગે અભિપ્રાયો પણ મેળવ્યા હતા અને  માણાવદર તાલુકાની તમામ શાળાઓની પ્રશંસા કરી હતી. ઇ.આઈ. કરમટાએ પણ વહીવટી બાબતો અનુસંધાને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ ઓનલાઇન શિક્ષણ અંગે માર્ગદર્શન શ્રીમતી.નયનાબેન દ્વારા આપવામાં આવ્યું હતું. અને તમામ પ્રશ્નોના ત્વરિત સોલ્યુશન પણ જણાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં .સુવા પાડલિયા સાહેબ, ભાદરકા, અશોકભાઈ રામ વગેરે ભૂમિકા ભજવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સરકારી ગુજરાતી હાઈસ્કૂલ બાંટવાના શિક્ષક   દિલીપ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું.

(11:35 am IST)