Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

કોંગ્રેસે દેશને ખુબ લૂંટયું, કોંગ્રેસીયો ગૂંગળાયને પક્ષ છોડી રહ્યા છે : રૂપાલા

ગઢડા મતક્ષેત્રમાં જાહેર સભા ગજાવતા કેન્દ્રીયમંત્રી

  રાજકોટ, તા. ર૩ : વિધાનસભાની આઠ બેઠકોની આગામી પેટા ચૂંટણી અન્વયે ગઢડા વિધાનસભા સીટના ભાજપા ઉમેદવાર   આત્મારામભાઇ પરમારના સમર્થનમાં કેન્દ્રીયમંત્રી  પરસોત્ત્।મભાઇ રૂપાલાએ ગઇકાલે રોજ ગઢડા વિધાનસભા મતક્ષેત્ર ના જલાલપુર, માંડવા, ગુદાળા, માંડવધાર, ઢસા, દડવા અને પાટણાનો ઝંઝાવાતી ચૂંટણી પ્રવાસ ખેડ્યો હતો.

શ્રી રૂપાલાએ પોતાની આગવી શૈલીમાં જાહેર સભાને સંબોધતા જણાવ્યું હતું કે, કોંગ્રેસે દેશને લૂંટવામાં કઈ બાકી નથી રાખ્યું. હવે કોંગ્રેસના લોકો કોંગ્રેસમાં જ ગૂંગળામણ અનુભવી રહ્યા છે. જેથી સમગ્ર દેશમાં અને ગુજરાતમાં લોકો કોંગ્રેસ છોડી રહ્યા છે. કોંગ્રેસમાં રહીને જનતાની સેવા થઈ શકે તેમ નથી તેવું હવે કોંગ્રેસીઓ સમજી ગયા છે. જયારે ભાજપાએ હંમેશા રાજનીતિને બદલે રાષ્ટ્રનીતિને પ્રાધાન્ય આપીને જનતા જનાર્દનને સર્વોપરી માનીને દેશસેવામાં કટીબધ્ધતા દર્શાવી છે.

શ્રી  રૂપાલાએ જણાવ્યું હતું કે ઙ્કખેડૂત સન્માન નિધિ હેઠળ પ્રતિવર્ષ રૂપિયા ૬,૦૦૦ સહાય ખેડૂતોને ચૂકવવામાં આવી છે. જેમાં રૂપિયા ૯૩૦૦૦ કરોડ જેટલી રકમ કોઈપણ વચેટિયા વિના સીધી લાભાર્થીના ખાતામાં જમા કરાઈ છે. આ ઉપરાંત  પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ એપ્રિલથી લઈ નવેમ્બર માસ સુધી દેશના ૮૦ કરોડ નાગરિકોને વિનામૂલ્યે અનાજ પૂરું પાડી સંવેદનશીલ અને માનવતાનું કાર્ય ભાજપાની સરકારે કર્યું છે.

શ્રી રૂપાલાએ અંતમાં જણાવ્યું હતું કે કોંગ્રેસે ૭૦ વર્ષમાં જે નથી કર્યા તેવા સીમાચિન્હરૂપ કાર્યો ભાજપાની સરકારે છ વર્ષમાં કરી બતાવ્યા છે.  ગુજરાત અને દેશને વિકાસ પથ પર આગળ વધારવાનું કામ ભાજપા સરકાર કરી રહી છે. ગુજરાતની જનતાએ હંમેશા ભાજપા પર તેમના આશીર્વાદ વરસાવ્યા છે. સમગ્ર વિશ્વમાં ભારતની અસ્મિતા અને અખંડિતતા ને ઉજાગર કરવા અને પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદી તથા રાજયના મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીના હાથ મજબૂત કરવા ગઢડા વિધાનસભા સીટના ભાજપા ઉમેદવાર આત્મારામ ભાઈ પરમારને પ્રચંડ જનસમર્થન આપી ચુંટી કાઢવા તેઓએ હાકલ કરી હતી.

પુરૂષોત્ત્।મભાઈ રૂપાલાએ આ ચૂંટણી પ્રવાસ અંતર્ગત જલાલપુર, માંડવા અને ઢસા ખાતે જૂથ બેઠકો અને માંડવધાર અને પાટણા ખાતે જાહેરસભા સંબોધી હતી. ઢસા ખાતે ૧૫૦ જેટલા કોંગ્રેસના કાર્યકરો અને અગ્રણીઓ ભાજપમાં જોડાયા હતા. જેઓને પરસોતમભાઈ રૂપાલાએ ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા હતા. આ બેઠકોમાં ગઢડા વિધાનસભા સીટના ઇન્ચાર્જ અને પ્રદેશ ઉપાધ્યક્ષ   ગોરધનભાઈ ઝડફિયા રાજય સરકારના મંત્રી  કુંવરજીભાઈ બાવળીયા,જિલ્લા ભાજપના પ્રભારી   અમોભાઈ શાહ, પૂર્વ ધારાસભ્ય ઓ, કિસાન મોરચાના પ્રમુખ   બાબુભાઇ જેબલીયા, જિલ્લા તેમજ તાલુકા ભાજપના પ્રમુખ અને મહામંત્રી ઓ, સહકારી ક્ષેત્રના આગેવાનો ભાજપા સંગઠનના હોદેદારો, તમામ શ્રેણીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં.

(11:31 am IST)