Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

પારડી ગામે સગર્ભા પુત્રને ઝેર પીવડાવી મારી નાખવાની કોશિષના ગુનામાં માતા-પિતાને સજા

ગોંડલ સેસન્સ કોર્ટે ત્રણ વર્ષની સજા ફટકારી

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૨૨ : લોધીકા તાલુકાના પારડી ગામના શીતળા માતાજીના મંદિર પાસે રહેતી સગર્ભા પરિણીત પુત્રી ને તેના સગા માતા-પિતાએ ઝેર પીવડાવી મારી નાખવાની કોશિશ કરી હોય જે અંગેનો કેસ અત્રેની અદાલતમાં ચાલી જતાં અદાલતે  ક્રુર બનેલાં માતા પિતા ને ત્રણ વર્ષની સખત કેદની સજા ફટકારતો હુકમ કર્યો હતો

 પ્રાપ્ત વિગતો મુજબ કૈલાશબેન જયરાજભાઇ લાઠીયા એ માતા-પિતાની મરજી વિરુદ્ઘ લગ્ન કર્યા હોય અને ગર્ભવતી બનતા તેના માતા મંજુલાબેન અને પિતા ગોવિંદભાઈ કરસનભાઈ ટુડીયા એ ૧૦ વર્ષ પહેલાં  સગી પુત્રી ને ઝેરી દવા પાઇ મારી નાખવાનો પ્રયત્ન કર્યો હોય જે અંગે લોધિકા પોલીસ મથકમાં ipc કલમ ૩૦૭ ૩૨૮ ૧૨૬ મુજબનો ગુનો નોંધાયો હતો જે અંગેનો કેસ ગોંડલની સેશન્સ કોર્ટમાં ચાલી જતાં અદાલતે સરકારી વકીલ દ્યનશ્યામ ભાઈ ડોબરીયા ની દલીલો અને ૧૮ શહેદોની જુબાની નોંધી માતા મંજુલાબેન અને પિતા ગોવિંદભાઈને તકસીરવાન ઠરાવી ત્રણ વર્ષની સખત કેદની સજા ફટકારી હતી.

(10:56 am IST)