Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

પ્રભાસપાટણ : ક્રિકેટ મેચનું ઉદઘાટન

 પ્રભાસપાટણ : ગીર સોમનાથ જીલ્લામાં કોરોના લોકડાઉન પછી ૭ મહિના બાદ પ્રથમ ગડુ ખાતે આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં મેચ રમાયેલ હતી જેમાં નિરવ ગુના દ્વારા ૭૩ બોલમાં ૮૯ રન કરેલ અને નયન કેશવાલાએ ૫૭ બોલમાં ૬૦ રન કરેલ હતા. આ મેચનું ઓપનીંગ જૂનાગઢ સાંસદના પ્રતિનિધિ તેમના ભાઇ હરીશભાઇ ચુડાસમાએ પ્રથમ બોલ રમી અને મેચનુ ઓપનીંગ કરેલ હતુ. આ તકે રાકેશભાઇ ચુડાસમા અને પ્રકાશભાઇ સોલંકી તેમજ ખુશ્બુ આઇસ્ક્રીમના જીલ્લાના રફીકભાઇએ હાજરી આપી હતી. (તસ્વીર : દેવાભાઇ રાઠોડ, પ્રભાસપાટણ)

(10:54 am IST)