Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

મોરબી સભારાવાડી શાળા પરિવાર તેમજ એસ.એમ.સી.દ્વારા જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકનું સન્માન કરાયું.

મોરબી : શ્રી સભારાવાડી પ્રા.શાળા મોરબી ખાતે જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન થતાં સભારાવાડી શાળા પરિવાર અને s.m.c. કમીટી દ્રારા સન્માન કરવામાં આવ્યું. મહેમાનોનું શાબ્દિક સ્વાગત શાળાના આચાર્ય ભરતભાઇ બાવરવા દ્વારા કરવામાં આવ્યું.હતું

વિજયભાઈ દલસાણીયાનું સન્માન શાળા પરિવાર,s.m.c.સભ્યો દ્વારા, જયેશભાઇ બાવરવા અને C.R.C.કો-ઓર્ડિનેટરશ્રી બાબુલાલ દેકાવડિયા દ્વારા, ડો.અમૃતલાલ કાંજીયા દ્વારા, અશ્વિન કંઝારીયા, સોનલ અંબારામભાઈ, શિતલ અંબારામભાઈ, ગૌતમ ગોવિંદભાઇએ વિદ્યાર્થીઓ દ્વારા, તેમજ કાંતિલાલ પરમાર દ્રારા વિજયભાઈ તથા વાડીના કાર્યકર્તાનું પણ હાર પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું.તથા ગોકુળનગરના આચાર્ય વિનોદભાઈ ગોધાણી તથા સંધના પ્રતિનિધિ નિતેશભાઈ રંગપડિયા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું .
આ કાર્યક્રમમાં ચુનિલાલ પરમાર નગરપાલિકા કાઉન્સિલર, અંબારામભાઈ કવાડિયા તથા પ્રાથમિક શિક્ષક સંધના પ્રતિનિધિ નિતેશભાઈ રંગપડીયા તથા મગનભાઈ મોરડિયા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રતિનિધિ બળદેવભાઈ મેરજા, સી.આર.સી.કોર્ડિનેટર આંબાવાડી બાબુલાલ દેલવાડિયા, તથા રાજેશભાઈ કંઝારીયા તથા આંબાવાડી તા.શાળા આચાર્ય તથા પેટાશાળાના આચાર્યઓ હાજરી આપી હતી.
આ તકે એસ.એમ.સી.ના અધ્યક્ષ મૂળજીભાઈ પરમાર, સભ્ય અંબારામભાઈ હડિયલ, નાનજીભાઈ ડાભી, ગોવિંદભાઇ પરમાર, લાલજીભાઇ કંઝારીયા તથા તમામ વાલીઓ હાજરી આપી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ સાથે શાળાના આચાર્ય ભરતભાઇ બાવરવા, આ.શિ. મહેશભાઈ સંધાણી અનેતમામે સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.આ કાર્યક્રમનું સફળ સંચાલન જયંતીભાઈ કોટડિયાએ કર્યુ હતું

(9:56 pm IST)