Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

ધોરાજી ના ખેડૂતો એ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી ખેડૂતોને સહાયની જાહેરાત માત્ર સરકારની સસ્તી પ્રસિદ્ધિ ગણાવી : ખેતરમાં મગફળીનો યજ્ઞ કરી અને રામધૂન સાથે ખેડૂતોએ આહુતિ આપી

ધોરાજી : ધોરાજીના ખેડૂતોએ એક નવતર વિરોધ કરીને સરકારને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો જેમાં ધોરાજીના જેતપુર રોડ વડગામ પાસે ખેડૂતોએ મગફળીના ભાવ મળે અને હાલમાં અતિવૃષ્ટિમાં મગફળીનો પાક ફેલ થઈ ગયો છે તેમાં સરકાર દ્વારા ખેડૂતોનેવ્યવસ્થિત સહાય નથી મળી તેનો વિરોધ દર્શાવ્યો હતો અને મગફળી નો યજ્ઞ કરી મગફળી ની આહુતિ આપતા રામધૂન બોલાવી હતી

આ સમયે ધોરાજીના ખેડૂત હિતેશભાઈ બાબરીયા એ જણાવેલ કે  તાજેતરમાં ખેડૂતો ની હાલત ખૂબ જ કફોડી બની છે આ વર્ષ મંદી મોંઘવારી અને અતિવૃષ્ટિ જેવી આકાશી આફત નું સામનો કર્યો અને ખેડૂતો દેવાના ડુંગર મા દબાઈ ગયા અને ખેડૂતોને સારા ભાવ ની આશા અપેક્ષા એ ચોમાસુ પાક નું વાવેતર કર્યું પરંતુ ચોમાસુ પાક પર ભારે વરસાદ વરસી જતા ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળીયો છીનવાઇ ગયો અને સરકારે સહાય ની માત્ર જાહેરાત કરી પરંતુ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે તે સહાયની રકમ અપૂરતી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે

      ખેડૂત ચેતનભાઇ બાબરીયાએ  જણાવેલ કે  ખેડૂતો સરકાર સામે રોષે ભરાયેલા છે . સરકાર દ્વારા જે સહાય જાહેર કરવામાં આવી છે  એટલો ખર્ચ વાવેતર સમયે માત્ર બિયારણમાં જ થઈ જાય છે ગુજરાતની સરકાર ને ખેડૂતોએ ખેડૂતો વિરોધ માનસિકતા ધરાવતી સરકાર ગણાવી ધોરાજી પંથકના ખેડૂતો એ આજે મગફળી માં હવન કરી ને મગફળી ની આહુતિ આપી હતીઅને ખેડૂતોએ જાહેરમાં નવતર વિરોધ કરીને સરકારની સામે વિરોધ દર્શાવ્યો હતો.

(1:34 pm IST)