Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

ગુજરાતની પહેલી મર્સીડીઝ બેન્ઝ ઈલેક્ટ્રીક કાર કચ્છમાં

એક કરોડની કાર કચ્છના રાજવી પરિવારે પર્યાવરણની ચિંતા સાથે જર્મનીથી મંગાવી

(ભુજ) પર્યાવરણની ચિંતા કરતા કચ્છના રાજવી પરિવારે ગુજરાતની સૌપ્રથમ ઇલેક્ટ્રીક લક્ઝુરીયસ કાર લીધી છે. કચ્છના મહારાવ સ્વ. પ્રાગમલજી ત્રીજા કારના પર્યાવરણ માટે ખુબજ ચિંતિત હતા. તેઓ જ્યારે હયાત હતા ત્યારે તેમણે જર્મનીથી મર્સીડીઝ બેન્ઝ કંપનીને ખાસ ઓર્ડર આપી ઇલેક્ટ્રિક કાર મંગાવી. જેની કિંમત એક કરોડ રૂપિયા જેટલી છે. જર્મનીથી આવેલ આ મર્સીડીઝ કાર આકર્ષક ફીચર ધરાવે છે. વિન્ટેજ કારોના શોખીન  મહારાવ પ્રાગમલજી હયાત હતા, ત્યારે પેટ્રોલ-ડીઝલની કારથી થતા પ્રદુષણન લઈને ખુબ ચિંતીત હતા. એટલે તેમણે જર્મની સ્થિત મર્સીડીઝ બેન્ઝની કંપનીને ઇલેકટ્રીક કારનો ઓર્ડર આપ્યો હતો. જે કાર હવે ભુજના રણજીત વિલાસ પેલેસમાં આવી ગઇ છે. અન્ય ઇલેક્ટ્રિક કાર કરતાં મર્સીડીઝ કંપનીની આ કારના મહત્વના ફીચર જાણીએ તો, આ  ફુલ્લી ઓટોમેટિક કાર છે, તે ૪૦૮ હોર્સપાવરની છે. પીકપ પાવર ૭૮૫ એચપી છે. ફુલી ઓટોમેટીક આ કાર પર્યાવરણના બચાવ સાથે લેટેસ્ટ ટેકનોલોજીથી સજ્જ છે.  કારમાં ૭ એરબેગ છે જે સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ સારું કહી શકાય. એક વખત ચાર્જ કર્યા પછી ૪૫૦ કિલોમીટર ચાલે છે અને આ કારને ફૂલ ચાર્જ થતાં ૭.૩૦ કલાકનો સમય લાગે છે. ઉપરાંત 10.25 ઇંચની ડિજિટલ ટચસ્ક્રિન પણ છે તથા કોઈ પણ વ્યક્તિ ડ્રાઇવર સીટ પર બેસે તો તેની ઉંચાઇ અને શરીર પ્રમાણે તે સીટ ઓટોમેટીક એડજસ્ટ થાય છે.હાલ ગુજરાતમાં આ પ્રકારની ઇલેક્ટ્રિક કાર એકમાત્ર કચ્છના મહારાવ પાસે છે. અને ભારતમાં ૪ વ્યક્તિઓ પાસેજ છે. તેથી જ હાલ લક્ઝરીયસ ઇલેક્ટ્રિક કાર આકર્ષણનુ કેન્દ્ર બની છે.

(1:50 pm IST)