Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

ચોટીલા હાઇ-વે ઉપર ગેરકાયદે ખનીજ વહન કરતુ ડમ્પર ઝડપાયું : રૂ.૨૫.૧૬ લાખનો મુદ્દામાદ જપ્ત

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૨૩: સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ ખનિજવહન તેમજ ખનીજ વેચાણ કરનારા ભુમાફિયાઓ બેફામ બન્યા છે જેને લઈને હાઇવે પર ચાલતા બાઇક સવારો અને અન્ય વાહનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે.

જેને લઈને ચોટીલા પ્રાંત અધિકારી આર.બી.અંગારીએ અમદાવાદ તરફ જતા મઘરીખડા ના બોર્ડ પાસે અચાનક ચેકીંગ પ્રક્રિયા હાથ ધરતા એક સાદી રેતી ભરેલ ડમ્પર નીકળતા તેને ઉભું રાખવીને તલસી લેતા રોયલ્ટી વિના ખીનીજવહન કરતા હોવાનું માલુમ પડતા રૂ.૨૫ લાખ ૧૯ હજાર ૭૪૫ ની મતા સાથે ઝડપી પાડી ચોટીલા પોલીસ હવાલે કરાયું હતું.

(12:56 pm IST)