Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

ઉનાના પ્રોફેસર ભૂમિકાબેન બાલધાને એમએડનાં શ્રેષ્ઠ સિધ્ધિ માટે મુખ્યમંત્રીના હસ્તે ગોલ્ડમેડલ એનાયત

ઉના તા. ર૩ :.. શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદજી બી. એઙ કોલેજના પ્રાધ્યપિકા ભૂમિકાબેન બાલધાને એમ. એઙમાં શ્રેષ્ઠ સિધ્ધિ માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે જુનાગઢમાં ગોલ્ડ મેડલ સાથે પદવી અર્પણ કરતા ઉનાની બી.એઙ કોલેજનું ગૌરવ વધ્યું છે.
શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદજી બી.એઙ કોલેજ ગુરૂકુળના આધ્યમિકા  કુમારી  ભૂમિકાબેન શાંતિભાઇ બાલધા તેમની એમ. એઙની શ્રેષ્ઠ સિધ્ધી ગુણવતાના ઉપલક્ષ્યમાં તાજેતર જુનાગઢ મુકામે ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી આયોજીત પ્રથમ પદવીદાન સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, સૌરાષ્ટ્રનાં સંત રમેશભાઇ ઓઝાના હસ્તે ગોલ્ડ મેડલ અર્પણ કરતાં તેમણે ઉનાની ગુરૂકુળ બી.એઙ કોલેજનું ગૌરવ વધારતા કોલેજનાં સ્થાપક શાસ્ત્રી માધવદાસજી સ્વામી, કોલેજના નિયામક નરેન્દ્રભાઇ ગૌસ્વામી, ડેનીસભાઇ સિદપરા, કિશોરભાઇ વડાલીયાએ આર્શિવાદ આપી અભિનંદન આપેલ છે.

(11:34 am IST)