Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

દ્વારકા તાલુકા ભાજપ દ્વારા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના કાર્યકાળને એક વર્ષ પૂર્ણ થતાં વૃક્ષારોપણ

મીઠાપુર : પ્રદેશ પ્રમુખશ્રી સી.આર. પાટીલ  દ્વારા ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે સફળતા પૂર્વક એક વર્ષ પૂર્ણ થતા દ્વારકા તાલુકા ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગ રૂપે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ વૃક્ષારોપણમાં દ્વારકા તાલુકા પ્રમુખ રાજવીરભા કેર, ઉપપ્રમુખ સુરુભા વાઢેર, પૂર્વ ન્યાય સમિતિ ચેરમેન અશોકભાઇ શ્રીમાળી, રીતેશભાઇ ગોકાણી, રાજેન્દ્ર પરમાર, મિતુલભાઇ ભૂત વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર : અહેવાલ દિવ્યેશ જટાણીયા, મીઠાપુર)

 

(11:33 am IST)