Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

કચ્છમાં ચરસના વધુ ૨૦ પેકેટ મળ્યા: ૧૫ દિ'માં ૪૩ પેકેટ મળ્યા

'ડ્રગ્સ'ના દરિયા સાથે 'ઉડતું ગુજરાત', કેફી દ્રવ્યોના સોદાગરો માટે ગુજરાત એન્ટ્રી પોઈન્ટ

(વિનોદ ગાલા દ્વારા)(ભુજ) દેશના યુવાધનને નશીલા દ્રવ્યોના રવાડે ચડાવી આપણા દેશને પાયમાલ કરવાનું ષડયંત્ર રચનાર દુશ્મન દેશોની નજર પંજાબ પછી હવે ગુજરાત ઉપર છે. કચ્છના માંડવી નજીક આશાર માતાજીના મંદિરના કાંઠેથી ચરસના ૨૦ પેકેટ મળી આવ્યા છે. પોલીસે ૩૦ લાખની કિંમતના ચરસ ના ૨૦ પેકેટ જપ્ત કર્યા છે. છેલ્લા ૧૫ દિવસમાં કચ્છના અબડાસા ના સુથરીના કાંઠેથી ૧૦, માંડવીના ધ્રબુડી માંથી ૧૩ અને આશાર માંથી ૨૦ એમ કુલ ૪૩ પેકેટ મળી આવ્યા છે. કુલ ૬૫ લાખનો ચરસનો જથ્થો બિનવારસુ મળી આવ્યો છે. કચ્છનો  દરિયો જાણે 'ડ્રગ્સ' નો દરિયો બની રહ્યો હોય એવી પરિસ્થિતિ છે. ત્યારે ભારતીય સુરક્ષા એજન્સીઓ ડ્રગ્સ માફિયાઓ ઉપર સંકજો કસે એ જરૂરી છે.
 

(11:39 am IST)