Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

મોરબી : કોરોનામાં ધંધો મંદ પડતા આર્થિક ભીંસથી યુવાન વતન ચાલ્યો ગયાનું ખુલ્યું

ત્રણ માસ પૂર્વે ગુમ થયેલ યુવાન મળી આવતા રાહત

મોરબીમાં રહેતા હરિયાણાના વતની યુવાન ગુમ થયો હોય જે મામલે પત્નીએ પોલીસને જાણ કરી હતી અને યુવાન ત્રણ માસ બાદ હેમખેમ પરત મળી આવતા પરિવારે રાહતનો શ્વાસ લીધો છે
મોબીના વિસીપરા યમુનાનગર શેરી નં ૦૫ માં રહેતા રીતુબેન જોગીએ પોલીસને જણાવ્યું હતું કે ગત તા. ૧૯-૦૪ ના રોજ તેના પતિ સોનુંકુમાર લીલુરામ જોગી ઘરેથી ચાલ્યા ગયા હોય જેથી પોલીસે યુવાન ગુમ થયાના બનાવની નોંધ કરી તપાસ ચલાવી હતી દરમીયાન યુવાન પરત આવી ગયો છે અને યુવાને કોરોનાને પગલે ધંધો મંદ પડતા આર્થિક ભીંસને કારણે કંટાળી પોતાના વતનમાં ચાલ્યો ગયો હોય અને હવે પરત આવ્યાનું પોલીસને જણાવ્યું હતું

(9:45 pm IST)