Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

માળિયા તાલુકાના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં જોરદાર પવન ફૂંકાયો: ધૂળની ડમરીઓ ઉડી

મોરબી જીલ્લામાં પણ હવામાનમાં પલટો અને ભારે પવન ફુંકાયો :માળિયાના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરી ઉડી .

મોરબી :  ગુજરાત રાજ્યમાં છેલ્લા દિવસોમાં હવામાન વિભાગમાં પલટો જોવા મળી રહ્યો છે જેની સાથે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે જેના પગલે મોરબી જીલ્લામાં પણ હવામાનમાં પલટો અને ભારે પવન ફૂંકાઈ રહ્યો છે માળિયાના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરી ઉડી હતી
મોરબી જીલ્લામાં હવામાનમાં પલટો આવ્યા બાદ ભારે પવન ફૂંકાઈ રહયો છે ખાસ કરીને માળિયા તાલુકામાં આવેલ નવલખી બંદર સહિતના દરિયાઈ વિસ્તારમાં ભારે પવનને પગલે ધૂળની ડમરી ઉડી રહી છે જેથી નવલખી બંદર ખાતે પણ કામકાજ પ્રભાવિત થવા પામ્યું છે જોકે હાલ કોઈ નુકશાન થયાના અહેવાલ પ્રાપ્ત થયા નથી.

(11:09 pm IST)