Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

બાબરા લાઠીમાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી ની 31મી પૂણ્યતિથી નિમિત્તે લાઠી અને બાબરા તાલુકા મથક એસટી ડેપો ખાતે છાસ વિતરણ

ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર સહિત સ્થાનિક કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા રાહદારીઓને ઠંડી છાસ નુ વિતરણ કરાયું

રાજકોટ તા.૨૩

    દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની ૩૧મી પુણ્યતિથિની ઉજવણી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યના તમામ તાલુકા મથકોએ ઉનાળાની ગરમીમાં છાસ વિતરણ નો કાર્યક્રમ રાખેલ તે અનુસંધાને લાઠી અને બાબરા તાલુકા મથક એસટી ડેપો ખાતે ચાર કલાક છાશ વિતરણ કાર્યક્રમ યોજાયેલ હતો જેમાં મોટી સંખ્યામાં રાહદારીઓએ ઠંડી છાસ નો લાભ મેળવ્યો હતો 

     કાર્યક્રમમાં ધારાસભ્ય લાઠી બાબરા વિરજીભાઇ ઠુંમર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આંબાભાઈ કાકડીયા તાલુકા કોંગ્રેસ બાબરા સમિતિ જસમતભાઈ ચોવટીયા,જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા પ્રભાતભાઈ કોઠી વાળ, લઘુમતી આગેવાન મુસાભાઇ શેર સમિતિ પ્રમુખ મયુર જોશી લાલો લાઠી સમિતિ પ્રમુખ સુરેશ ભાઈ ગોયાણી લઘુમતિ અગ્રણી એહમદ સોશિયલ મીડિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાI

(4:19 pm IST)