Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

અને માનસિકત્રસ્‍ત મહિલા જીવન ટુંકાવે તે પહેલાં બચાવી લેવાતા લોકોમાં પોલીસ છબી ઉજજવળ બની

ગીર સોમનાથ એસ.પી.મનોહરસિંહ જાડેજા, પીઆઈ એસપી ગોહિલ ટીમ દ્વારા વધુ એક કાબિલેદાદ કાર્યવાહી

રાજકોટ,તા.૨૧: રાજકોટમાં નાયબ પોલીસ કમિશ્નર તરીકે પ્રજાના તમામ વર્ગ સાથે દૂધમાં સાકર માફક ભળવા સાથે અસામાજિક તત્‍વો પર ધાક અને અંતર બનાવવા સાથે બિનવિવાદાસ્‍પદ રહેલ મનોહરસિંહજી જાડેજા દ્વારા ગીરસોમનાથમાં એસપી તરીકે સ્‍વતંત્ર ચાર્જ લીધા બાદ કાયદો વ્‍યવસ્‍થા સાથે માનવીય અભિગમ દાખવતા કર્યો પોતાની ટીમના સહકારથી ચલાવી રહ્યા છે. તેમાં વધુ એક માનવીય અભિગમની પરાકાષ્‍ઠા જેવું કાર્ય કરી અનોખી મિશાલ સ્‍થાપિત કરી છે. પોલીસ સ્‍ટેટના ઓફિસરને એક જાગૃત નાગરીક દ્વારા એક માનવી જીવન  ટૂંકાવવા પ્રયત્‍નશીલ હોવાની જાણ થતાં જ તેમને ખૂબ સારી રીતે સમજાવી અઘટિત બનતું રોકી લેવાતા લોકોમાં હર્ષ સાથે માનની લાગણી જન્‍મી છે.

પ્‍લોટ વિસ્‍તાર સામે આવેલ દરિયામા પડી આપઘાતનો પ્રયાસ કરી રહી છે. તેવી હકીકત મળતા આ અંગે તુરત જ પ્ર.પાટણ પો.સ્‍ટે.ના પી.આઈ.શ્રી એસ.પી.ગોહિલનાઓએ ટાઉન બીટ પો. હોડકોન્‍સ મનોજગીરી દીલીપગીરીનાઓને સ્‍થળ પર જઈ યોગ્‍ય કાર્યવાહી કરવા નિર્દેશ કરેલ જે અન્‍વયેની વર્ધી મળતા તુરત જ ટાઉનબીટ પો.હેડકોન્‍સ મનોજગીરી દીલીપગીરી તથા એસ.આર.ડી.સભ્‍ય મૌલીક જેસીંગભાઈનાઓ સ્‍થળ પર પહોંચી દરીયામાં ડુબતી મહીલાને જોઈ તુરત જ દરીયામાં કુદી દરીયાના પાણીમાથી ડુબતી મહિલાને બહાર કાઢી પો.સ્‍ટે.ની પી.સી.આર. વાનમા મહીલા પો.હેડકોન્‍સ ભગવતીબેન લખમણભાઈ તથા પો.કોન્‍સ મહેન્‍દ્રભાઈ ભર્ગાનાઓની હાજરીમાં પોસ્‍ટે લાવી તેનું નામઠામ પુછતા પોતાનું નામ અલીમાબેન તાજવાણી જાતે તુરત ઉ.વ.૨૫ રહે વેરાવળવાળી હોવાનું માલુમ  જણાવેલ અને પોતાને આત્‍મહત્‍યા કરવાના પ્રયાસનું કારણ પુછતા પોતાને કૌટુંબીક ઝગડો હોવાને લીધે માનસીક ટેન્‍સનને કારણે આ પગલું ભર્યુ હોવાનું જણાવેલ. 

જે બાબતે તેઓને પોતાના અનમોલ જીવનનું મહત્‍વ સમજાવી  તેમની કૌટુંબીક ઝગડાનું નીરાકરણ તેમના કૌટુંબીક સભ્‍યોની હાજરીમાં કરાવી તેમના પરિવાર સાથે મિલન કરાવી માનવતાનું ઉમદા ઉદાહરણ પુરૂ પાડેલ છે અને પ્રસંસનીય કામગીરી કરેલ છે.

(4:10 pm IST)