Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

શામળાજીના ગુન્‍હાનો ૪ વર્ષથી ફરાર મુંગણીનો આરોપી ઝડપાયો

જામનગર તા.ર૩  : અરવલ્લીના જિલ્લાના શામળાજી પોલીસ સ્‍ટેશન પ્રોહી ગુના નં.પર૯૪-ર૦૧૮ પ્રોહી. એકટ કલમ ૬પએઇ, ૧૧૬બી, ૮૧.૯૮ (ર) મુજબ ગુનાના કામે નાસતો ફરતો આરોપી  મોહનભાઇ મગનભાઇ પરમાર રહે. મુંગણીગામ તા.જી.જામનગરવાળો ઉપરોકત ગુનાના કામે છેલ્લા ચાર વર્ષથી ફરાર હોય જે આરોપી હાલ મુંગણી ગામે હાજર હોય મળેલ હકિકત આધારે મુંગણી ખાતેથી ઝડપી પાડી કાર્યવાહી કરવા માટે જામનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્‍ટેશન ખાતે સોંપી શામળાજી પો.સ્‍ટે.ના જાણ કરી છે.

આ કામગીરી પેરોલ, ફર્લો સ્‍કવોડના ઇન્‍ચાર્જ પો.સબ. ઇન્‍સ. કે.કે.ગોહિલ તથા એ.એસ.આઇ. ગોવિંદભાઇ ભરવાડ પો. હેડ કોન્‍સ. લખધીરસિંહ જાડેજા, ગજેન્‍દ્રસિંહ જાડેજા, સલીમભાઇ નોયડા, કાસમભાઇ બ્‍લોચ, રણજીતસિંહ પરમાર, રાજેશભાઇ સુવા, મેહુલભાઇ ગઢવી, કરણસિંહ જાડેજા, ભરતભાઇ ડાંગર તથા પો. કોન્‍સ. ધર્મેન્‍દ્રસિંહ વૈષ્‍ણવ તથા અરવિંદગીરી ગોસાઇ તેમજ એલ.સી.બી.ના નિર્મલસિંહ જાડેજા તથા બળવંતસિંહ પરમારનાઓ દ્વારા કરવામાં આવેલ છે. 

(1:48 pm IST)