Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

એક્‍સાઇઝ ડયુટી ઘટાડતા મોદીનો આભાર માનતા ધારસભ્‍ય હકુભા

જામનગર તા.ર૩: વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં કેન્‍દ્રીય નાણામંત્રી શ્રીમતિ નિર્મળા સિતારામન દ્વારા પેટ્રોલ-ડીઝલ પરની એકસાઇઝ ડયુટીમાં ધરખમ ઘટાડો કરી અને રાંધણ ગેસની સબસીડીમાં વધારો કરવામાં જનહીત કારી નિર્ણય બદલ જામનગરની જનતાવતી ધારાસધ્‍ય ધર્મેન્‍દ્રસિંહ એમ. જાડેજા (હકુભા) એ આભારની લાગણી વ્‍યકત કરી છે તેઓએ જણાવ્‍યું હતું કે વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ દરેક વર્ગની ચિંતા કરી એક સંવેદનશીલ નેતા તરીકે કેન્‍દ્ર સરકાર નિર્ણય લઇ રહી છે.

કેન્‍દ્ર સરકાર દ્વારા પેટ્રોલ-ડિઝલમાં આપવામાં આવેલી રાહતથી મધ્‍યમ અને ગરીબ વર્ગ સહિત આમ જતાને ખુબ લાભ થશે એટલું જ નહી રાંધણગેસના બાટલામાં રૂા.૨૦૦ની સબસીડી વધારીને સામાન્‍ય માણસની પડખે રહેવાના આ સંવેદનાસભર  નિર્ણયનો લાભ દેશના કરોડો લોકોને થશે. આંતરરાષ્‍ટ્રીય બજારમાં ઓઇલની કિંમત વધી છે ત્‍યારે કેન્‍દ્ર સરકાર દ્વારા એકસાઇડ ડયુટી ધટાડી જનહીતનો નિર્ણય  કેન્‍દ્રીય નાણામંત્રીનો હું આ તકે આભાર માનું છું અને ફરી એકવાર ભાજપના નેતૃત્‍વવાળી આ કેન્‍દ્ર સરકાર માટે પ્રજા સોૈથી પહેલા હોય છે અને નાગરીકોને રાહત આપી જીવન વધારે સુગમ બનાવશે. ઉજજવલા રાંધણ ગેસમાં સબસીડી વધારવાના નિર્ણયથી પરિવારના બજેટમાં ઘણી સરળતા રહેશે. આ સાથે કેન્‍દ્ર સરકાર દ્વારા એક પરિવારને વર્ષમાં ૧૨ સીલીન્‍ડર મળશે તેવો પ્રજાલક્ષી નિર્ણય જાહેર કર્યો છે જે ઘણી આનંદની વાત છે.

(1:47 pm IST)